SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) नामं ठवणा दविए खेत्तदिसा तावखेत्त पन्नवए । 1. सत्तमिया भावदिसा सा होअट्ठारसविहा उ ॥८०९॥ दारं ॥ ||-|•• •]. व्याख्या : नामस्थापने सुगमे 'दविए 'त्ति द्रव्यविषया दिक् द्रव्यदिक्, ... सा च जघन्यत-स्त्रयोदशप्रदेशिकं दशदिक्प्रभवं द्रव्यं, तत्रैकैकः प्रदेशो विदिश्वेते चत्वारः, मध्ये त्वेक इत्येते पञ्च, चतसृषु च दिक्ष्वायतावस्थितौ द्वौ द्वाविति, आह च भाष्यकार: "तेरसंपदेसियं खलु तावतिएसुं भवे पदेसेसुं । जं दव्वं ओगाढं जहण्णगं तं दसदिसागं ॥ १ ॥" ગાથાર્થ : નામ – સ્થાપના – દ્રવ્ય – ક્ષેત્રદિશા – તાપક્ષેત્ર – પ્રજ્ઞાપક – અને સાતમી 10 ભાવદિશા છે. તે ભાવદિશા અઢાર પ્રકારની છે. ટીકાર્થ : નામદિશા અને સ્થાપનાદિશા સ્પષ્ટ જ છે. દ્રવ્ય એટલે કે દ્રવ્યવિષયક જે દિશા તે દ્રવ્યદિશા, અને તે દ્રવ્યદિશા તરીકે તેરપ્રદેશનું બનેલું અને દસ દિશાઓનું ઉત્પત્તિસ્થાનભૂત એવું દ્રવ્ય જાણવું. તેમાં એક-એક પ્રદેશ વિદિશામાં મૂકતા ચાર પ્રદેશ, તેની વચ્ચે એક મૂકતા પાંચ પ્રદેશ, ચાર દિશાઓમાં દીર્વરૂપે બન્ને પ્રદેશો મૂકતા તરપ્રદેશનું દ્રવ્ય તૈયાર થાય છે. 15 ભાષ્યકારે કહ્યું છે : જે તે પ્રદેશોનું બનેલું છે તથા તેટલા જ = તેરપ્રદેશોમાં જ અવગાહીને રહેલું છે. તે દ્રવ્ય જઘન્યથી દસદિશાઓની ઉત્પત્તિનું સ્થાન જાણવું. |૧|| (અહીં આશય એ છે કે જે દ્રવ્યમાંથી દશ દિશાઓ ઉત્પન્ન થાય છે તે દ્રવ્ય દ્રવ્યદિશા તરીકે જાણવું. આ દ્રવ્ય જઘન્યથી તેર પ્રદેશોનું બનેલું હોય છે. તેનું કારણ– અહીં મધ્યમાં એક પરમાણુ સ્થાપવો. તેની આજુબાજુ જ્યારે અન્ય ચાર પરમાણુ મૂકીએ ત્યારે છ દિશાઓની જ અર્થાત ચાર દિશા+ઊર્ધ્વ–અધો એમ 20 છ દિશાઓની જ ઉત્પત્તિ થાય છે પણ તે પાંચ પરમાણુમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણ કે એક પરમાણુ સાથે છ દિશાઓનો જ સંબંધ કહ્યો છે. જો તેની સાથે વિદિશાઓનો સંબંધ થતો હોત તો દરેક પરમાણુ અગિયાર પ્રદેશોને સ્પર્શે એમ કહ્યું હોત પરંતુ તેના બદલે “WITUસોવિં સત્તપંક્ષિા સે સTI” દ્વારા સાતપ્રદેશો સાથે જ સ્પર્શના કહી છે. તેથી પાંચ પરમાણુમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થતી નથી. આ પાંચ પરમાણુઓ સાથે દિશામાં બીજા ચાર પરમાણુઓ સ્થાપતા નવ પરમાણુઓ થશે. પરંતુ આ નવ પરમાણુઓવડે પણ વિદિશા નહીં પણ દિશાની જ ઉત્પત્તિ થશે કારણ કે તેના ખૂણા અંદર પ્રવેશેલા છે. તેથી આ નવ પરમાણુઓ સાથે વિદિશામાં બીજા ચાર પરમાણુઓ મૂકીએ તો જ આમાંથી વિદિશાઓની ઉત્પત્તિ થાય. આમ દસ દિશાઓની ઉત્પત્તિ માટે ૧૩ પ્રદેશોવાળું દ્રવ્ય જ જોઈએ, ઓછા-વત્તા પ્રદેશોવાળું નહીં. જો કે આ ૧૩ પ્રદેશોનું બનેલું દ્રવ્ય કેવું હશે તેની કલ્પના 30 જ કરવી રહી કારણ કે યથાવત્ આનું નિરૂપણ કરવું શક્ય નથી છતાં મંદબુદ્ધિવાળાઓને કંઇક ३९. त्रयोदशप्रादेशिकं खलु तावत्सु भवेत्प्रदेशेषु । यद्रव्यमवगाढं जघन्यं तद्दशदिक्कम् ॥१॥
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy