SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तदेकदेशेनैव हेतुभूतेन द्रव्याणां, भवन्तीति क्रियाध्याहारः, कथम् ? तृतीयस्य ग्रहणधारणीयद्रव्यादत्तादानविरतिरूपत्वात्, चतुर्थस्य च रूपरूपसहगतद्रव्यसम्बन्ध्यब्रह्मविरतिरूपत्वात्, षष्ठस्य च रात्रिभोजनविरतिरूपत्वादिति पश्चार्द्धभावना, इति गाथार्थः ॥ एवं चारित्रसामायिकं निवृत्तिद्वारेण सर्वद्रव्यविषयं श्रुतसामायिकमपि श्रुतज्ञानात्मकत्वात् सर्वद्रव्यविषयमेव सम्यक्त्वसामायिकमपि 5 सर्वद्रव्याणां सगुणपर्यायाणां श्रद्धानरूपत्वात् सर्वविषयमेवेत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम:-तत्र सामायिकमजीवादिव्युदासेन जीव एवेत्युक्तं, तस्य च नयमतभेदेन द्रव्यगुणप्राप्तौ सकलनयाधारद्रव्यार्थिकपर्यायार्थिकाभ्यां स्वरूपव्यवस्थोपस्थापनायाह जीवो गुणपडिवन्नो णयस्स दव्वट्ठियस्स सामइयं । सो चेव पज्जवणयट्ठियस्स जीवस्स एस गुणो ॥७९२॥ 10 સમાસ બતાવે છે–) તે દ્રવ્યોનો એક દેશ તે તદુકદેશ. તથા મૂળગાથામાં થાય છે” એ પ્રમાણે ક્રિયાપદ નથી તે અધ્યાહારથી જાણી લેવું. શા માટે દ્રવ્યોનો એક દેશ જ વિષય બને છે ? કારણ કે, ત્રીજું મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય એવા દ્રવ્યોના અદત્તાદાનવિરતિરૂપ છે. (અને સર્વદ્રવ્યોની અપેક્ષાએ ગ્રહણ—ધારણીય દ્રવ્યો એકદેશરૂપ છે.) ચોથું મહાવ્રત રૂપ(પૂતળી વગેરે) અને રૂપસહગત (સ્ત્રી વગેરે) દ્રવ્યસંબંધી અબ્રહ્મની 15 વિરતિરૂપ છે. છઠું વ્રત રાત્રિભોજનની વિરતિરૂપ છે. માટે સર્વદ્રવ્યોનો એક દેશ જ વિષય બને છે. આમ શ્લોકના પાછળના અર્ધભાગનો ભાવાર્થ જાણવો. (આ પ્રમાણે સાક્ષાત મૂળગાથામાં ચારિત્રસામાયિકને શ્રી સર્વદ્રવ્યની વિષયતા જણાવી. 'અહીં “સાક્ષાત” શબ્દ એટલા માટે વાપર્યો છે કે શ્રુતસામાયિક અને સમ્યક્તસામાયિકની સર્વદ્રવ્યવિષયતા મૂળગાથામાં સાક્ષાત બતાવી નથી.) આમ, ઉપરોક્ત કહ્યા પ્રમાણે ચારિત્રસામાયિક નિવૃત્તિદ્વારા સર્વદ્રવ્યવિષયક છે. 20 શ્રુતસામાયિક પણ શ્રુતજ્ઞાનાત્મક હોવાથી સર્વદ્રવ્યવિષયક જ છે અને સમ્યક્ત્વસામાયિક પણ ગુણપર્યાયથી યુક્ત એવા સર્વદ્રવ્યોની શ્રદ્ધારૂપ હોવાથી સર્વદ્રવ્યવિષયક છે. વધુ ચર્ચાથી સર્યું. II૭૯૧ી. અવતરણિકા : હવે પ્રસ્તુત વાત કરીએ, પૂર્વે અજીવાદિનો નિષેધ કરવા દ્વારા સામાયિક એ જીવસ્વરૂપ છે એમ કહ્યું અને જીવ એ જુદા જુદા નામતની અપેક્ષાએ દ્રવ્ય અને ગુણાત્મક હોવાથી સકલનયના આધારભૂત એવા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકન વડે (સામાયિકના) 25 સ્વરૂપની વ્યવસ્થાનું ઉપસ્થાન કરવા માટે કહે છે. (આશય એ છે કે સામાયિક એ જીવરૂપ છે અને જીવ દ્રવ્ય-ગુણ ઉભયાત્મક હોવાથી સામાયિક પણ દ્રવ્ય-ગુણ ઉભયાત્મક થાય છે. તેમાં કયો નય સામાયિકને દ્રવ્યાત્મક માને છે અને ક્યો નય સામાયિકને ગુણાત્મક માને છે? તે બતાવે છે ) ગાથાર્થ : દ્રવ્યાસ્તિકનયને ગુણથી યુક્ત એવો આત્મા સામાયિક (તરીકે માન્ય છે.) 30 પર્યાયાસ્તિકનયને તે ગુણ જ સામાયિક તરીકે માન્ય છે (કારણ કે) સામાયિક એ જીવનો જ ગુણ છે.
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy