SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) स्पृष्टो न बध्यत इत्यादि' अत्रापि किं प्रतिप्रदेशं स्पृष्टो नभसेव उत त्वङ्मात्रे कंचुकेनेव, यदि प्रतिप्रदेशं दृष्टान्तदान्तिकयोरसाम्यं, कंचुकेन प्रतिप्रदेशमस्पृष्टत्वात्, अथ त्वग्मात्रे स्पृष्ट इति, ततो नापान्तरालगत्यनुयायि कर्म, पर्यन्तमात्रवर्त्तित्वाद्, बाह्याङ्गमलवत्, एवं च सर्वो जीवो मोक्षभाक्, कर्मानुगमरहितत्वात् मुक्तवत्, तथाऽन्तर्वेदनाऽभावप्रसङ्गः, तन्निमित्तकर्माभावात्, 5 सिद्धस्येव, न च भिन्नदेशस्यापि वेदनाहेतुत्वं युज्यते, शरीरान्तरगतेनातिप्रसङ्गात्, न च स्वकृतत्वं વળી, જીવ કર્મ સાથે (કંચુકીની સાથે કંચુકની જેમ) સ્પષ્ટ છે પણ બંધાયેલ નથી વગેરે જે કહ્યું તે પણ યોગ્ય નથી, કારણ કે તમને અમે પૂછીએ કે—“જીવ સાથે કર્મ આકાશની જેમ દરેક પ્રદેશે સ્પર્શેલું છે કે બાહ્ય ત્વચામાત્રને જ સ્પર્શીને રહેલું છે ?” તમે જો એમ કહો કે—દરેકપ્રદેશ સાથે સ્પર્શેલું છે તો દૃષ્ટાન્ત અને દાન્તિક સમાન રહેશે નહીં કારણ 10 કે દૃષ્ટાન્તમાં કંચુક કંચુકીને દરેકપ્રદેશને સ્પર્શીને રહ્યું નથી. હવે જો એમ કહો કે– બાહ્ય ત્વચાને જ સ્પર્શીને રહેલ છે તો કર્મ અપાન્તરાલગતિમાં જનારું થશે નહીં, કારણ કે બાહ્ય ત્વચાને જ સ્પર્શીને રહેલ છે. જેમકે, બાહ્ય અંગને સ્પર્શીને રહેલ મેલ. (ભાવાર્થ- શ૨ી૨૫૨નો મેલ, એકભવથી બીજાભવમાં સાથે જતો નથી, તેમ જીવપરનું કર્મ એકભવથી બીજા ભવમાં સાથે નહીં જાય.) અને જો આ રીતે કર્મ અપાન્તરાલગતિમાં જનારું થશે નહીં તો બધા જ જીવો (અપાન્તરાલગતિમાં જ) મોક્ષને ભજનારા થશે કારણ કે અપાન્તરાલ- ગતિમાં તે વખતે જીવને મુક્તાત્માની જેમ કર્મનો સંબંધ નથી. તથા જો કર્મ ત્વગ્માત્રને સ્પર્શેલ હોય તો આંતરિકવેદનાનો અભાવ થવાનો પ્રસંગ આવશે કારણ કે સિદ્ધની જેમ અંદર વેદનાને આપનાર એવા કર્મોનો જ અભાવ છે. તે કર્મ તો બાહ્ય ત્વચા માત્રને જ સ્પર્શીને રહેલ 20 છે. શરીરની અંદર નથી. (ગોષ્ઠામાહિલ : બહારના ભાગમાં રહેલ કર્મ શરીરની અંદર વેદના ઉત્પન્ન કરવામાં કારણ બને છે.) ગુરુ : બહારના ભાગમાં રહેલ એવું પણ કર્મ આંતરિકવેદનાનું કારણ બની શકતું નથી, કારણ કે અન્યશરીરમાં રહેલ કર્મ સાથે અતિપ્રસંગ આવે છે, અર્થાત્ જો ભિન્ન દેશમાં રહેલ કર્મ 25 ભિન્ન દેશમાં થતી વેદનાનું કારણ બની શકતું હોય તો ભિન્નશરીરમાં (બીજાના શરીરમાં) રહેલ કર્મ આ શરીરમાં ઉત્પન્ન થનારી વેદનાનું કારણ પણ બની જશે. 15 ગોષ્ઠામાહિલ : આવો અતિપ્રસંગ આવશે નહીં કારણ કે ત્યાં અમે સ્વકૃતત્વ કારણ તરીકે માનીશું, અર્થાત્ બીજી વ્યક્તિના કર્મો આ વ્યક્તિને વેદનાનું કારણ બનશે નહીં કારણ કે તે કર્મોમાં સ્વકૃતત્વ રહેલું નથી. જ્યારે પોતાના શરીરની બહાર રહેલું કર્મ પોતાના શરીરની અંદર 30 વેદના ઉત્પન્ન કરી શકે. કારણ કે તેમાં સ્વકૃતત્વ રહેલ છે. ગુરુ : એ વાત પણ ઘટતી નથી, કારણ કે તેમાં પણ સ્વકૃતત્વ નથી, અર્થાત્ તમે જે કહો
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy