SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નૈગમનયનું સ્વરૂપ (નિ. ૭૫૫) ૦ ૯૧ चैगमः सम्यग्दृष्टिरेवास्तु, सामान्यविशेषाभ्युपगमपरत्वात्, साधुवदिति, नैतदेवं, सामान्यविशेषवस्तूनामत्यन्तभेदाभ्युपगमपरत्वात्तस्येति, आह च भाष्यकार: " सामण्णविसेसे परोप्परं वत्थुतो य सो भिण्णे। मन्नइ अच्चंतमतो मिच्छद्दिडी कणातोव्व ॥ १ ॥ दोहिवि णएहि नीतं सत्थमुलूएण तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण अन्नोन्ननिरवेक्खा ॥ २ ॥" अथवा निलयनप्रस्थकग्रामोदाहरणेभ्योऽनुयोगद्वारप्रतिपादितेभ्यः खल्वयमवसेय इत्यलं પરમાણુ બીજા પરમાણુથી વ્યાવૃત છે = જુદો છે' એવા બોધનું કારણ પરમાણુ જ છે, એમ નૈગમનય માને છે. ત્યાં તેને બીજા પરમાણુથી છૂટો પાડનાર કોઈ બીજો ધર્મ નથી, અથવા અહીં પાઠ અશુદ્ધ હોય એવું લાગે છે – પરામિતિની બદલે “પરમાણુવૃત્તિઃ' પાઠ હોઈ શકે. તેથી અર્થ આ પ્રમાણે 10 કે – નૈગમનય એક પરમાણુ બીજા પરમાણુથી જુદો છે એવા વ્યાવૃતબોધના કારણરૂપે પરમાણુમાં રહેલ વિશેષનામના પદાર્થને માને છે.) - શંકા : જો આ રીતે તૈગમનય અનેક પ્રકારના દૃષ્ટિકોણ ધરાવતો હોય તો તે સમ્યગ્દષ્ટિ જ થયો, કારણ કે સાધુની જેમ તે પણ સામાન્ય-વિશેષને સ્વીકારનારો છે. સમાધાન : તમે જેમ કહો છો તેમ નથી, કારણ કે નૈગમ-નય સામાન્ય અને વિશેષને 15 અત્યંત જુદા માને છે. પરંતુ સાધુની જેમ કથંચિત્ ભિન્ન માનતો નથી.) ભાષ્યકારે પણ આ જ વાત કહી છે– “જે કારણથી તે નૈગમન સામાન્ય અને વિશેષને પરસ્પર અને વસ્તુથી (પોતપોતાના આધારથી) અત્યંત ભિન્ન માને છે, તે કારણથી તે કણાદઋષિની (વૈશેષિકમતના પ્રણેતાની) જેમ મિથ્યાદષ્ટિ છે. ll૧il દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકન વડે જો કે વૈશેષિકદર્શનકારે પોતાનું સર્વશાસ્ત્ર રચ્યું છે. છતાં તે શાસ્ત્ર મિથ્યાત્વરૂપ છે, કારણ કે પોતપોતાના વિષયને પ્રધાનરૂપે અંગીકાર 20 કરતા તેઓ બંને નયોને પરસ્પર નિરપેક્ષ માને છે. (અર્થાતુ દ્રવ્યાસ્તિકનયે તેઓ આત્માને નિત્ય જ માને છે, પરંતુ પર્યાયાસ્તિકનયે આત્માને અનિત્ય માનતા નથી. તથા પર્યાયાસ્તિકનયે જે પૃથ્વી વગેરે અનિત્ય પદાર્થો છે તેઓને વૈશેષિક દર્શનકાર દ્રવ્યાસ્તિકનયે નિત્ય માનતા નથી. આમ તેઓ જો કે બંને નયો માને છે, પરંતુ પરસ્પર નિરપેક્ષ રીતે માનતા હોવાથી તેમના રચેલા શાસ્ત્રો મિથ્યા છે.) રા અથવા અનુયોગદ્વારમાં 25 કહેલા વસવાટ-પ્રસ્થક અને ગામના ઉદાહરણોથી આ નૈગમનય જાણવા યોગ્ય છે.. (ઉદાહરણો આ પ્રમાણે જાણવા – (૧) વસવાટ : કોક વ્યક્તિએ કો'કને પૂછ્યું – “તું ક્યા રહે છે ? તેણે કહ્યું – “લોકમાં, તેમાં પણ જદ્વીપમાં, તેમાં પણ ભરતક્ષેત્રમાં, આમ કરતાં કરતાં છેલ્લે આત્મામાં રહું છું.” આમ કોક કહે – હું લોકમાં રહું છું.” કોક કહે – “હું જમ્બુદ્વીપમાં રહું ३२. यत् सामान्यविशेषौ परस्परं वस्तुतश्च स भिन्नौ । मन्यतेऽत्यन्तमतो मिथ्यादृष्टिः कणाद इव ॥१॥ 30 द्वाभ्यामपि नयाभ्यां नीतं शास्त्रमुलूलेन तथापि मिथ्यात्वम् । यत् स्वविषयप्रधानत्वेनान्योऽन्यनिरपेक्षौ ॥२॥
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy