________________
૩૬૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
आभट्ठो य जिणेणं जाइजरामरणविप्पमुक्केणं ।
नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६३९॥ सपातनिका व्याख्या पूर्ववदेव ।
किं मण्णे निव्वाणं अत्थि णत्थित्ति संसओ तुझं ।
वेयपयाण य अत्थं ण याणसि तेसिमो अत्थो ॥६४०॥ व्याख्या-किं निर्वाणमस्ति नास्तीति मन्यसे, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिसमुत्थो वर्त्तते, शेषं पूर्ववत् । तानि चामूनि वेदपदानि-' जरामयं वा एतत्सर्वं यदग्निहोत्रं' तथा 'द्वे ब्रह्मणी वेदितव्ये, परमपरं च, तत्र परं सत्यं ज्ञानमनन्तं ब्रह्म 'ति, एतेषां
चायमर्थस्तव मतौ प्रतिभासते-अग्निहोत्रक्रिया भूतवधोपकारभूतत्वात् शबलाकारा, 10 जरामर्य्यवचनाच्च तस्याः सदाकरणमुक्तं, सा चाभ्युदयफला, कालान्तरं च नास्ति यस्मिन्नपवर्गप्रापणक्रियारम्भ इति, तस्मात्साधनाभावान्नास्ति मोक्षः, ततश्चामूनि
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે તે નામ-ગોત્રથી બોલાવાયો.
ટીકાર્થ : પૂર્વની જેમ વ્યાખ્યા જાણવી. ૬૩. 15 ગાથાર્થ : તું એમ કેમ માને છે કે – શું નિર્વાણ છે કે નથી? આ તારો સંશય છે. તું વેદપદોના અર્થોને જાણતો નથી, તે વેદપદોનો અર્થ આ પ્રમાણે થાય છે.
ટીકાર્થ ? શું મોક્ષ છે કે નથી ? એ પ્રમાણે તું માને છે. (‘કિમનો) બીજો અર્થ પૂર્વની જેમ જાણવો. અને આ તારો સંશય વેદના વિરુદ્ધપદોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. શેષ
(ગાથાનો પશ્ચાઈ) પૂર્વની જેમ જાણવો. તે વેદપદો આ પ્રમાણે છે - “ગરીમર્થ વા તત્સર્વ 20 નહોત્ર” તથા “વ્રતની વેલ્વેિ , પરમપર વે, તત્ર પર સત્ય જ્ઞાનમનતં ત્રહ્મ” આ પદોનો
આ પ્રમાણે અર્થ તારી બુદ્ધિમાં બેઠેલો છે. - (અહીં પ્રથમ શ્લોકનો અર્થ એ છે કે – જે અગ્નિહોત્ર યજ્ઞ છે તે વેદમાં ઘણાં પ્રકારોવડે બતાવેલો છે તે સર્વ અગ્નિહોત્ર જરામર્ય-યાવજ્જીવ સુધી કરવા યોગ્ય છે” આ પ્રમાણેનો અર્થ વાચી મેતાર્ય વિચારે છે કે)
અગ્નિહોત્રની ક્રિયા જીવોના વધવડે યજ્ઞકરનારને ઉપકારી હોવાથી શબલ દોષયુક્ત છે 25 તેથી તે અભ્યદય સ્વર્ગનું ફલ આપનારી છે (પરંતુ મોક્ષફલવાળી નથી.) તથા જરામર્થના
વચનથી = વાવજજીવ સુધી કહેલ હોવાથી વ્યક્તિ મરે નહિ ત્યાં સુધી આ ક્રિયા સદા માટે કરવાનું કહ્યું છે. આમ વ્યક્તિ વડે સ્વર્ગફળવાળી અગ્નિહોત્રની ક્રિયા યાવજજીવ સુધી કર્તવ્ય હોવાથી અન્ય કોઈ કાળ જ જીવનમાં ન રહ્યો કે જે સમયે તે વ્યક્તિ મોક્ષપ્રાપક ક્રિયાનો આરંભ
કરી શકે. તેથી મોક્ષ સાધી આપે એવી ક્રિયારૂપ કારણનો જ અભાવ થવાથી મોક્ષનો અભાવ 30 જણાય છે. આમ આ વેદપદો મોક્ષાભાવના પ્રતિપાદક છે.