________________
અચલભ્રાતાનું પ્રભુ પાસે આગમન (નિ. ૬૩૧-૬૩૨) :* ૩૫૯
व्याख्या - पूर्ववन्नवरम् - अचलभ्राता आगच्छति जिनसकाशमिति । आभट्ठो य जिणं जाइजरामरणविप्पमुक्णं ।
नामेण य गोत्तेण य सव्वण्णू सव्वदरिसीणं ॥६३१॥ व्याख्या - सपातनिका पूर्ववत् ।
किं मनिपुणपावं अत्थि न अत्थित्ति संसओ तुज्झं । aruयाण य अत्थं ण याणसी तेसिमो अत्थो ||६३२||
5
*
व्याख्या- किं पुण्यपापे स्तः न वा ? मन्यसे, व्याख्यान्तरं पूर्ववत्, अयं च संशयस्तव विरुद्धवेदपदश्रुतिप्रभवो दर्शनान्तरविरुद्धश्रुतिप्रभवश्च तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दाद्युक्तिं हृदयं च, तेषामयमर्थ इत्यक्षरार्थः । तानि चामूनि वेदपदानि - पुरुष एवेदं ग्नि सर्व ' मित्यादीनि यथा द्वितीयगणधरे, व्याख्यापि तथैव, स्वभावोपन्यासोऽपि तथैव, तथा सौम्याचलभ्रातः ! 10 त्वमित्थं मन्यसे - दर्शनविप्रतिपत्तिश्चात्र तत्र केषाञ्चिद्दर्शनम् - पुण्यमेवैकमस्ति न पापं तदेव
ટીકાર્થ : પૂર્વનો જેમ જાણવો. ૫૬૩૦ના
ગાથાર્થ : જન્મ-જરા-મરણથી રહિત, સર્વજ્ઞ, સર્વદર્શી એવા જિનવડે નામ-ગોત્રથી બોલાવાયો.
ટીકાર્થ : અવતરણિકાસહિત વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. ॥૬૩૧||
15
ગાથાર્થ : તું એવું કેમ માને છે કે “શું પુણ્ય-પાપ છે કે નહિ ?” આ તારો સંશય છે. તું વેદપદોના અર્થ જાણતો નથી. તેઓનો આ અર્થ થાય છે.
-
ટીકાર્ય : “શું પુણ્ય-પાપ છે કે નથી ?” એ પ્રમાણે તું માને છે. (કિમ્ નો) બીજો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. તારો આ સંશય વેદના વિરુદ્ધપદો` અને અન્યદર્શનોની (મતોની) વિરુદ્ધવાતોને સાંભળવાથી ઉત્પન્ન થયો છે. તું તે વેદપદોના અર્થને, તથા (મૂળગાથામાં રહેલ) 20 “વ” શબ્દથી યુક્તિ અને રહસ્યને જાણતો નથી. તે વેદપદોનો આ (આગળ કહેશે તે) અર્થ થાય છે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ થયો.
તે વેદપદો આ પ્રમાણે છે - “પુરુષ વેત્ નિ સર્વ...." વગેરે જે રીતે બીજા ગણધરવાદમાં કહ્યા તે જ વેદપદો અહીં પણ જાણવા. તથા તે વેદપદોની વ્યાખ્યા પણ તે જ પ્રમાણે અને સ્વભાવોપન્યાસ પણ તે જ પ્રમાણે જાણવો. (જેમ પૂર્વે પૂર્વપક્ષે કહ્યું હતું કે - સ્વભાવથી જ 25 નિયતદેશગર્ભાદિનું ગ્રહણ થાય છે. કર્મ માનવાની શી જરૂર છે ? તે જ પ્રમાણે અહીં પણ - “સ્વભાવથી જ નિયતદેશગર્ભાદિનું ગ્રહણ થાય છે, પુણ્ય-પાપ માનવાની શી જરૂર છે ?” એ પ્રમાણે સ્વભાવનો ઉપન્યાસ જાણવો.)
તથા હે સૌમ્યાચલભ્રાતા ! તું આ પ્રમાણે માને છે કે (અર્થાત્ પુણ્ય-પાપની અવિદ્યમાનતા માટે તું આ દલીલ કરે છે કે) “આ પુણ્ય-પાપના વિષયમાં દર્શનોની વિપ્રતિપત્તિ છે 30 (અર્થાત્ આ વિષયમાં જુદા જુદા મતોનો જુદો જુદો અભિપ્રાય છે.) તેમાં કેટલાકોનો મત આ