________________
૩૪૪ * આવશ્યકનિર્યુક્તિ ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨)
जीवानां गतिविशेष इत्यर्थः, शेषाणि तु सुगमानि न च नियमतः कारणानुरूपं कार्यमुत्पद्यते, वैसादृश्यस्यापि दर्शनात्, तद्यथा श्रृङ्गाच्छरो जायते, तस्मादेव सर्षपानुलिप्तात् तृणानीति, तथा गोलोमाविलोमभ्यो दूर्वेति, एवमनियमः, अथवा कारणानुरूपकार्यपक्षेऽपि भवान्तरवैचित्र्यमस्य युक्तमेव, यतो भवाङ्कुरबीजं सौम्य ! सात्मकं कर्म, तच्च तिर्यग्नरनारकामराद्यायुष्कभेदभिन्नत्वात् 5 चित्रमेव, अतः कारणवैचित्र्यादेव कार्य्यवैचित्र्यमिति, वस्तुस्थित्या तु सौम्य ! न किञ्चिदिह लोके परलोके वा सर्वथा समानमसमानं वाऽस्ति, तथा चेह युवा निजैरप्यतीतानागतैर्बालवृद्धादिपर्यायैः सर्वथा न समानः, अवस्थाभेदग्रहणात् नापि सर्वथाऽसमानः, सत्ताद्यनुगमदर्शनाद्, एवं
વળી, કારણને અનુરૂપ જ કાર્ય થાય એવો કોઈ નિયમ નથી કારણ કે વૈસાદશ્ય પણ દેખાય છે. તે આ પ્રમાણે કે શૃંગ(વનસ્પતિવિશેષ)માંથી શરનામની વનસ્પતિ થાય છે. (આ પંક્તિનો 10 બે રીત અર્થ સંભવિત છે– (૧) વ્યાકરણની દૃષ્ટિએ→ શિંગડામાંથી બાણ ઉત્પન્ન થાય છે. (૨)
→ પૂ. અરુવિજયજી કૃત ગણધરવાદના અનુવાદમાં શૃંગ એ શિંગનામની વનસ્પતિવિશેષ છે અને તેમાંથી શર એટલે શરગટ નામની (અત્યારે પણ ઉત્તરપ્રદેશમાં થતી) વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એવો અર્થ કરેલ છે. આ બેમાંથી બીજા નંબરનો અર્થ બંધબેસતો લાગે છે કારણ કે આગળ ‘તસ્માયેલ સર્વપાનુત્તિાત્’પંક્તિમાં શૃંગ શબ્દનું ‘સર્જવાનુતિક્ષાત્’વિશેષણ આવેલ છે. 15 તેનાથી જણાય છે કે અહીં શૃંગશબ્દથી વનસ્પતિવિશેષ જ અભિપ્રેત હોવું જોઈએ.)
વળી જો તે શૃંગને જ સરસવનો લેપ કરવામાં આવે તો, તેમાંથી અમુક પ્રકારનું ઘાસ ઉત્પન્ન થાય છે. તથા ગાય અને બકરીના વાળમાંથી દૂર્વા નામનું ઘાસ ઉત્પન્ન થાય છે. માટે કારણાનુરૂપ કાર્ય હોય એવો કોઈ નિયમ નથી. અથવા માની લઈએ કે કારણાનુરૂપ કાર્ય થાય છે તો પણ આ જીવનો ભવાન્તર વૈચિત્ર્ય યુક્ત જ છે કારણ કે હે સૌમ્ય ! ભવાંકુરનું બીજ 20 આત્માને બંધાયેલું કર્મ છે. અને તે કર્મ તિર્યંચ-નર-નારક-દેવાદિ આયુષ્યના ભેદથી જુદું જુદું હોવાથી ચિત્ર છે. આમ કર્મનું વૈચિત્ર્ય હોવાથી કાર્યનું પણ વૈચિત્ર્ય છે. (તેથી આ ભવમાં જેવા પ્રકારનું કર્મ બંધાશે, તેને અનુરૂપ પરભવમાં ગતિ થશે માટે કારણાનુરૂપ કાર્ય માનો તો પણ દોષ નથી.)
ખરેખર તો હે સૌમ્ય ! કોઈ વસ્તુ આલોકમાં કે પરલોકમાં સર્વથા સમાન કે અસમાન 25 હોતી નથી. તે આ પ્રમાણે આલોકમાં પણ યુવાન પોતાના અતીત-અનાગતકાળના બાળવૃદ્ધાદિ પર્યાયો સાથે સર્વથા સમાન હોતો નથી, કારણ કે અવસ્થાભેદનું ગ્રહણ કરેલું છે. (અર્થાત્ બાળાવસ્થામાંથી જીવ યુવાવસ્થામાં આવે છે ત્યારે તે જીવ બાળપર્યાયને છોડી બાળથી તદ્દન અસમાન યુવાપર્યાયને પામે છે માટે સર્વથા સમાન રહેતો નથી.) તથા તે યુવાન બાળ– વૃદ્ધાદિપર્યાયોથી સર્વથા અસમાન પણ નથી કારણ કે બાળ તથા વૃદ્ધપર્યાયમાં જે જીવની સત્તા 30 હતી, તે જ જીવ યુવા-અવસ્થામાં પણ છે જ. આમ જીવના સત્તાદિધર્મોનો ત્રણે અવસ્થામાં અનુગમ (અન્વય) થતો હોવાથી ત્રણે અવસ્થા સર્વથા પરસ્પર અસમાન નથી. આ જ પ્રમાણે
*=