________________
ચક્ષુકિરણોના અસ્તિત્વનું નિરાકરણ (નિ. ૫) ૪૧ चेत्, न, तत्रापि तदुपलब्धौ क्षयोपशमाभावात् व्यवहितार्थानुपलब्धिसिद्धेः, आगममात्रमेवैतत् इति चेत्, न, युक्तिरप्यस्ति, आवरणाभावेऽपि परमाण्वादौ दर्शनाभावः, स च तद्विधक्षयोपशमकृतः, यच्चोक्तं-'साध्यविकलो दृष्टान्त' इति, तदप्ययुक्तं, ज्ञेयमनसोः संपर्काभावात्, अन्यथा हि सलिलकर्पूरादिचिन्तनादनुगृह्येत, वह्निशस्त्रादिचिन्तनाच्चोपहन्येत्, न चानुगृह्यते उपहन्यते वेति। आह-मनसोऽनिष्टविषयचिन्तनातिशोकात् दौर्बल्यं आर्त्तध्यानादुरोऽभिघातश्च 5
उपलभ्यते. तथेविषयचिन्तनात्प्रमोदः. तस्मात्प्राप्तकारिता तस्येति, एतदप्ययक्तं. द्रव्यमनसा
અસ્તિત્વ યુક્તિથી ગ્રહણ કરવું શક્ય નથી. તેથી ઉપરોક્ત શંકા યોગ્ય નથી.
શંકા:- વ્યવહિત અર્થની ઉપલબ્ધિ થતી નથી, એ જ યુક્તિ ચક્ષુકિરણોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. કહેવાનો આશય એ છે કે પડદા વગેરેની પાછળ પડેલી વસ્તુ એ વ્યવહિત કહેવાય છે. જેમકે, દિવાલની પાછળ ઘટ પડ્યો હોય તો તે ઘટ દિવાલથી વ્યવહિત (અંતરિત) કહેવાય છે. આવા 10 અર્થની ઉપલબ્ધિ (બોધ) થતી ન હોવાથી માનવું પડે કે તે દિવાલ ચક્ષુમાંથી નીકળેલા કિરણો માટે પ્રતિબંધક બનતી હોવાથી દિવાલની પાછળ રહેલ ઘટાદિની સાથે કિરણોનો સંપર્ક ન થવાથી ઘટાદિનો ચક્ષુવડે બોધ થતો નથી માટે કિરણોનું અસ્તિત્વ તો છે જ.)
સમાધાન - તમારી વાત તદ્દન ખોટી છે, કારણ કે વ્યવહિત અર્થની ઉપલબ્ધિમાં જરૂરી તેવા પ્રકારનો ક્ષયોપશમ નથી, તેથી જ વ્યવહિત અર્થની ઉપલબ્ધિ થતી નથી. આમ, ક્ષયોપશમના 15 અભાવથી જ વ્યવહિત અર્થની અનુપલબ્ધિ સિદ્ધ થઈ જવાથી અન્ય (કિરણોના અસ્તિત્વ વિગેરેની) કલ્પનાઓ કરવી નિરર્થક છે.
શંકા – “તેવા પ્રકારનો ક્ષયોપશમ કારણ છે” એ વાત માત્ર આગમમાત્ર=શ્રદ્ધેય જ છે. કોઈ યુક્તિ તો છે જ નહીં.
સમાધાન – આ વાત માત્ર શ્રદ્ધેય જ છે, એવું નથી. તેમાં યુક્તિ પણ છે. પરમાણુ ઉપર 20 કોઈપણ જાતનું આવરણ ન હોવા છતાં પરમાણુનું દર્શન આપણને થતું નથી. તેનું કારણ આ ક્ષયોપશમનો અભાવ છે. (તેથી પરમાણુ એ વ્યવહિત (કોઈ વસ્તુથી અંતરિત) ન હોવા છતાં તેની અનુપલબ્ધિ એ બીજી કોઈ રીતે ઘટી શકતી ન હોવાથી કારણ તરીકે ક્ષયોપશમનો અભાવ માનવો એ યુક્તિયુક્ત છે.) વળી તમે જે કહ્યું હતું કે “મન પણ પ્રાપ્ત વિષયનો પરિચ્છેદક હોવાથી સાધ્ય દષ્ટાંતમાં ઘટતું નથી” એ વાત પણ અયુક્ત છે, કારણ કે શેય અને મનનો સંપર્ક થતો નથી. અન્યથા 25 મન જયારે પાણી કપૂરાદિનું ચિંતન કરે ત્યારે મન ઉપર અનુગ્રહ થવો જોઈએ અને વલિ, શસ્ત્રાદિનું ચિંતન કરે ત્યારે મનને દાદાદિ થવા જોઈએ, પણ આવું થતું દેખાતું નથી. માટે મન પણ અપ્રાપ્ત વિષયનો પરિચ્છેદક છે.
શંકા :- પરંતુ મને જયારે કોઈ અનિષ્ટ વિષયનું ચિંતન કરે છે, ત્યારે અતિશોક ઉત્પન્ન થતાં (શરીરની) દુર્બળતા અને આર્તધ્યાનથી છાતી કૂટવા વગેરે થાય તો છે જ. તથા ઇષ્ટ વિષયના 30 ચિંતનથી આનંદ ઉત્પન્ન થતો દેખાય છે. માટે મન પ્રાપ્તકારી છે.
+ ગમેતન્. *તિ. -૨- ર્તિ ૪૫