________________
३४८
આવશ્યક નિર્યુ. હારેભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
'बहुस्सुए तवस्सीणं' वा पाठान्तरं तीर्थकरनामगोत्रं कर्म बध्यत इति, अभीक्ष्णं - अनवरतं ज्ञानोपयोगे ચ મતિ વધ્યને ૮ ૧ વર્ણન-સમ્યક્ત્વ, વિનયો-જ્ઞાનાિિવનય:, મ = વશવાનિાવાય: दर्शनं च विनयश्च दर्शनविनयौ तयोर्निरतिचारः तीर्थकरनामगोत्रं कर्म बध्नाति ९-१० !
5
आवश्यकम् - अवश्यकर्त्तव्यं संयमव्यापारनिष्पन्नं तस्मिंश्च निरतिचारः सन्निति ११ । शौलानि च व्रतानि च शीलव्रतानि शीलानि - उत्तरगुणाः व्रतानि - मूलगुणाः तेषु च अनतिचार इति १२-१३। क्षणलवग्रहणं कालोपलक्षणं, क्षणलवादिषु संवेगभावनाध्यानासेवनतश्च बध्यते १४ । तथा तपस्त्यागयोर्बध्यते, यो हि यथाशक्त्या तपः आसेवते त्यागं च यतिजने विधिना करोति १५-१६ । व्यावृतभावो वैयावृत्त्यं, तच्च दशधा, तस्मिन्सति बध्यते १७। समाधिः - गुर्वादीनां कार्यकरणेने स्वस्थतापादनं समाधौ च सति बध्यते १८। तथा अपूर्वज्ञानग्रहणे सति श्रुतभक्तिः श्रुतबहुमान:, स પ્રાદ્વષ્ટયર્થસપ્તમી” આ પંક્તિનો અર્થ આ પ્રમાણે કે ‘“તવસ્ત્રોનું’’– પદ પછી ‘સિ' પદ આવે છે. તેથી ‘સિ’ પદની અપેક્ષા “તવસ્ત્રીનું પદ પૂર્વમાં છે. તે પૂર્વના ‘‘તવસ્ત્રોનું’’ શબ્દમાં સપ્તમી વિભક્તિ ષષ્ઠી–અર્થમાં જાણવી. અથવા ‘બહુમ્મુ તવસ્ત્રોનું એ પ્રમાણે પાઠાન્તર જાણી લેવો. આ અરિહંતાદિઓની વત્સલતા વડે તીર્થંકરગોત્ર કર્મ બંધાય છે. (આ પ્રમાણે અન્વય કરવો)
10
15
વત્સલતા એટલે અરિહંતાદિ પ્રત્યે અનુરાગ, તેમના યથાવસ્થિતગુણોનું કીર્તન, તેમના પ્રત્યે યથાનુરુપ ઉપચાર (ભક્તિ) (૭) તથા સતત જ્ઞાનધ્યાનમાં મગ્નતા પણ તીર્થંકરગાત્ર કર્મનું કારણ છે. (૮) દર્શન એટલે સમ્યક્ત્વ અને વિનય એટલે જ્ઞાનાદિનો વિનય, વિનયનું સ્વરૂપ દશવૈકાલિકગ્રંથમાંથી જાણી લેવું. આ સમ્યક્ત્વ અને વિનયમાં નિરતિચાર (અતિચાર વિનાનો જીવ તીર્થંકરગોત્ર કર્મ બાંધે છે. (૯–૧૦) આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય સંયમ2) વ્યાપારો (પ્રતિક્રમણાદિ), તેને વિષે નિરતિચાર જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૧)
શીલવ્રતો – તેમાં શીલ એટલે ઉત્તરગુણો અને વ્રત તરીકે મૂલગુણો, તેને વિષે નિરતિચાર જીપ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૨--૧૩) ક્ષણલવનું ગ્રહણ એ કાળનું ઉપલક્ષણ છે. (અર્થાત્ ક્ષણલવ શબ્દથી સંપૂર્ણકાળ ગ્રહણ કરી લેવો) ક્ષણલવાદિ કાળને વિષે સંવેગ (મોક્ષાભિલાષ), અનિત્યાદિભાવના અને ધ્યાનના આસેવનથી જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૪) જે વ્યક્તિ 25 યથાશક્તિ તપ કરે છે અને યતિજનમાં (યતિજનને આહાર–ઉપધિ વગેરે પ્રાયોગ્ય વસ્તુનો) ત્યાગ (દાન) વિધિવડે કરે છે તે તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૫-૧૬)
વ્યાવૃતભાવ એટલે વૈયાવચ્ચ (વૈયાવચ્ચ સિવાયની બીજી અન્ય સર્વપ્રવૃત્તિમાંથી નીકળેલી વ્યક્તિ વ્યાવૃત કહેવાય છે. આવી વ્યાવૃતવ્યક્તિનો ભાવ તે વૈયાવચ્ચ કહેવાય.) (આચાર્ય વિગેરે દશની કરવાની હોવાથી) દશપ્રકારે છે. આ વૈયાવચ્ચમાં લીન વ્યક્તિ તીર્થંકરનામકર્મ 30 બાંધે છે. (૧૭) સમાધિ એટલે ગુરુ વગેરેનાં સોપેલા કાર્યોને કરવાવડે તેઓને સ્વસ્થતાં આપવી. તેમાં લીન જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે. (૧૮)
* યથાશત્તિ ( મ્યાત્) | + ૦૨ઽદ્વારા |