________________
૩૩૦ આવશ્યક નિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
पल्योपमासंख्येयभागा इति वाक्यशेष:, तु एव चानुपूर्वीहीनाः शेषाणामायुष्कं द्रष्टव्याः तावद् यावत्पूर्वाणि नामे: संख्येयानि इति, अविरुद्धा चेयं व्याख्येति । अन्ये तु व्याचक्षते - पल्योपमदशभागः प्रथमस्य आयुष्कं ततः शेषाणां 'असंखेज्जा' इति समुदितानां पल्योपमासंख्येयभागाः, एतदुक्तं भवति - द्वितीयस्य पल्योपमासंख्येयभागः, शेषाणां तत 5 एवासंख्येयभागोऽसंख्येयभागः पात्यते तावद्यावन्नाभेः असंख्येयानि पूर्वाणि । इदं पुनरपव्याख्यानं, कुतः ?, पञ्चानामसंख्येयभागानां पल्योपमचत्वारिंशत्तमभागानुपपत्तेः, कथम् ?, पल्योपै विंशतिभागाः क्रियते, तदष्टभागे कुलकरोत्पत्तिः, प्रथमस्य दशभाग आयुः, शेषाणां पञ्चानामर्धरूपाच्चत्वारिंशत्तमभागाद् असंख्यातोऽसंख्यातो भाग आयुः तथाऽप्यर्ध किञ्चिन्न्यून
પ્રમાણ આયુ, અને તે જ પલ્યોપમના અસંખ્યભાગો ક્રમશઃ ઘટતાં ઘટતાં શેષોનું આયુષ્ય ત્યાં 1) સુધી જાણવું, જ્યાં સુધી ઘટતાં ઘટતાં નાભિનું સંખ્યાતપૂર્વી જેટલું આવે. આ વ્યાખ્યા પણ
અવિરુદ્ધ છે.
વળી કેટલાક આચાર્યો કહે છે કે પ્રથમનું પલ્યોપમના દસભાગ જેટલું આયુષ્ય. ત્યાર પછી બીજા બધાનું ભેગા મળી પલ્યો. અસ.ભાગો જેટલું આયુષ્ય જાણવું, અર્થાત્ બીજાનું પલ્યો. અસં. ભાગપ્રમાણ અને ત્યાર પછી શેષોનું પલ્યો.અસં. ભાગનો પણ અસંખ્યાતમોભાગ પછી 15 તેનો પણ અસંખ્યાતમોભાગ એમ ત્યાં સુધી ઓછા કરવા જ્યાં સુધી નાભિનું અસંખ્યેયપૂર્વ જેટલું આયુષ્ય આવે. આ વ્યાખ્યા ખોટી છે, કારણ કે પાંચ અસંખ્યભાગોથી પલ્યોપમનો ચાલીસમો ભાગ પૂરાતો નથી.
તે આ રીતે કે— પલ્યોપમના વીસભાગ કરવા. આ વીસભાગવાળા પલ્યોપમના આઠ ભાગ કરવા. (ધારો કે એકપલ્યોપમ એટલે અસત્કલ્પનાથી ૧ કરોડ વર્ષ. તેના ૨૦ ભાગ 20 કરવાથી રના દરેક ભાગમાં ૫ લાખવર્ષ આવશે, હવે ૨૦ ભાગવાળા આ પલ્યોપમના ૮ ભાગ કરવા. જેથી ૮ના દરેક ભાગમાં સાડાબાર લાખવર્ષ આવશે) પલ્યોપમના આઠમે ભાગે કુલકરોની ઉત્પત્તિ થઈ. (અર્થાત્ સાડાબાર લાખવર્ષ બાકી હતા ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ) તેમાં પ્રથમકુલકરનું પલ્યોપમના દશમા ભાગ જેટલું આયુષ્ય હતું. (૧કરોડ વર્ષનો દશમો ભાગ એટલે ૧૦ લાખવર્ષ, તેથી પ્રથમ કુલકરનું ૧૦લાખવર્ષનું આયુષ્ય હતું) શેષ પાંચ કુલકોનું 25 અડધા એવા ૪૦મા ભાગમાંથી (=અઢી લાખવર્ષમાંથી) અસંખ્યાત—અસંખ્યાત આયુ છે. તો પણ કંઈક ન્યૂન અડધો (૪૦મો) ભાગ બાકી રહી જાય છે. (આશય એ છે કે ૧૨,૫૦,૦૦૦ વર્ષ પ્રમાણ આઠમા ભાગમાંથી ૧૦ લાખવર્ષનું આયુ તો પ્રથમકુલકરનું જ હતું. તેથી રહ્યા ૨,૫૦,૦૦૦ વર્ષ બાકી. આ ૨,૫૦,૦૦૦ વર્ષ એટલે ૧ કરોડવર્ષ પ્રમાણ પલ્યોપમનો ૪૦મો ભાગ. અને બીજી રીતે જોઈએ તો આ ૨,૫૦,૦૦૦ વર્ષ (૪૦ મો ભાગ) એ પલ્યોપમના 3) વીસમાં ભાગનો અડધો ભાગ કહેવાય છે, કારણ કે પલ્યોપમનો વીસમો ભાગ એટલે ૫ લાખ
વર્ષ થાય.
+ ofતમ૦ ! * ૦૫મવિ૰। # યિને ।