________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) लद्धूण य सम्मत्तं अणुकंपाए उ सो सुविहियाणं । भासुरवरबोंदिधरो देवो वेमाणिओ जाओ ॥ १४७ ॥
गमनिका-लब्ध्वा च सम्यक्त्वं अनुकम्पयऽसौ सुविहितेभ्यः भास्वरां - दीप्तिमतीं वरां5 प्रधानां 'बोंदिं' तनुं धारयतीति समासः, देवो वैमानिको जात इति निर्युक्तिगाथार्थः ॥१४७॥ तथा
च
10
૩૨૨
20
-
चइऊण देवलोगा इह चेव य भारहंमि वासंमि । इक्खागकुले जाओ उसभसुअसुओ मरीइति ॥ १४८ ॥
व्याख्या - ततः स्वायुष्क क्षये सति च्युत्वा देवलोकादिहैव भारते वर्षे इक्ष्वाकुकुले जातः ' उत्पन्नः ऋषभसुतसुतो मरीचिः सामान्येन ऋषभपौत्र इति गाथार्थः ॥ १८ ॥ यतश्चैवमतःइक्खागकुले जाओ इक्खागकुलस्स होइ उप्पत्ती । कुलगरवंसेऽई भरहस्स सुओ मरीइति ॥ १४९ ॥
व्याख्या - इक्ष्वाकूणां कुलं इक्ष्वाकुकुलं तस्मिन्, 'जात: ' उत्पन्न:, भरतस्य सुतो मरीचिरिति योग:, तत्र सामान्यऋषभपौत्रत्वाभिधाने सति इदं विशेषाभिधानमदुष्टमेव, स च कुलकरवंशे 15 जातः, तत्र कुलकरा वक्ष्यमाणलक्षणास्तेषां वंशः कुलकरैवंशः प्रवाह इति समासः, तस्मिन्नतीते
ગાથાર્થ સમ્યક્ત્વને પામીને તે સુવિહિત સાધુઓની અનુકંપાથી દૈદિપ્યમાનશરીરને ધારણ કરનારો વૈમાનિક દેવ થયો.
ટીકાર્થ : સમ્યક્ત્વને પામીને તે ગ્રામચિંતક સુવિહિત સાધુઓની અનુકંપાથી (ભક્તિથી= ભક્તિના પ્રભાવે) દૈદિપ્યમાન શરીરને ધારણ કરનારો વૈમાનિક દેવ થયો ॥૧૪॥
ગાથાર્થ : દેવલોકમાંથી ચ્યવી આ જ ભરતક્ષેત્રનાં ઇક્ષ્વાકુકુલમાં ઋષભપુત્રનો પુત્ર મરીચિ નામે ઉત્પન્ન થયો.
ટીકાર્થ : પોતાનું આયુષ્ય પુરું થતાં દેવલોકમાંથી આવી આ ભરતક્ષેત્રમાં ઇક્ષ્વાકુકુલમાં “મરીચિ” નામે ઋષભપુત્રનો પુત્ર અર્થાત્ ઋષભપૌત્ર તરીકે ઉત્પન્ન થયો ||૧૪૮।।
ગાથાર્થ : કુલકરવંશ પૂરો થતાં ઇક્ષ્વાકુકુલની ઉત્પત્તિ થઈ, તે ઇક્ષ્વાકુકુલમાં મરીચિ નામે
25 ભરતનો પુત્ર થયો.
ટીકાર્થ : ઇક્ષ્વાકુઓનું જે કુલ તે ઇક્ષ્વાકુકુલ – તેમાં ભરતનો પુત્ર મરીચિ ઉત્પન્ન થયો એ પ્રમાણે અન્વય કરવો. સામાન્યથી ઋષભના પૌત્રપણાનું કથન કરવા છતાં ‘‘ભરતનો પુત્ર” એ પ્રમાણે વિશેષકથન અદુષ્ટ છે (આશય એ છે કે ઋષભદેવને ભરત વિ. ૧૦૦ પુત્રો હતાં. માત્ર ઋષભદેવનો પૌત્ર એમ કહેવાથી કોનો પુત્ર, એ સ્પષ્ટ ન થાય તેથી અહીં વિશેષથી કહ્યું 30 – ભરતનો પુત્ર) તે મરીચિ કુલકરવંશ પૂરો થયા પછી ઉત્પન્ન થયો. અહીં કુલકરોનું સ્વરૂપ આગળ બતાવશે. તેઓનો વંશ=પ્રવાહ તે કુલકરવંશ આ પ્રમાણે સમાસ કરવો. તે કુલકરવંશ -
+ મો। × ૦તેમાં વંશ પ્રવાહ: ।