SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપક્રમ (નિ. ૭૯) ૪ ૧૬૧ विवक्षितत्वाददोषः । एवमचित्तद्रव्योपक्रमः पद्मरागमणेः क्षारमृत्पुटपाकादिना वैमल्यापादनविनाशादीति । मिश्रद्रव्योपक्रमस्तु कटकादिविभूषितपुरुषादिद्रव्यस्यैवेति । विवक्षातश्च कारकयोजना द्रष्टव्या-द्रव्यस्य द्रव्येण द्रव्यात् द्रव्ये वोपक्रमो द्रव्योपक्रम इति । तथा क्षेत्रस्योपक्रमः क्षेत्रोपक्रमः, आह-क्षेत्रममूर्तं नित्यं च, अतस्तस्य कथं करणविनाशाविति, उच्यते, तद्व्यवस्थितद्रव्यकरणविनाशभावादपचारतः खल्वदोषः, तथा च तात्स्थ्यात्तदव्यपदेशो यक्त एव, मञ्चाः 5 क्रोशन्तीति यथा । तथा कालस्य वर्तनादिरूपत्वात् द्रव्यपर्यायरूपत्वात् द्रव्योपक्रम एवोपचारात् कालोपक्रम इति, चन्द्रोपरागादिपरिज्ञानलक्षणो वा । भावोपक्रमो द्विधा-आगमतो नोआगमतश्च, (પૂર્વરૂપના) વિનાશની જ વિવક્ષા કરી છે માટે કોઈ દોષ નથી. (આશય એ છે કે પરિકર્મમાં વસ્તુની ઉત્તરાવસ્થા મુખ્ય છે, જયારે વસ્તુવિનાશમાં વિનાશ જ મુખ્ય છે ઉત્તરાવસ્થા નહીં.) અચિત્તદ્રવ્યોપક્રમમાં પધરાગમણિની ક્ષાર, માટી, પુટપાકાદિવડે શુદ્ધિ કરવી તે 10 પરિકર્મોપક્રમ તથા મણિનો નાશ એ વસ્તુવિનાશોપક્રમ જાણવો. મિશ્રદ્રવ્યોપક્રમમાં કડાદિથી વિભૂષિત પુરુષરૂપદ્રવ્યનો પરિકર્મ અને વસ્તુવિનાશ ઉપર પ્રમાણે જાતે વિચારી લેવો. અહીં જુદી જુદી વિવેક્ષાઓ = અપેક્ષાઓથી વિભક્તિ જોડી શકાય છે. જેમકે દ્રવ્યનો અથવા દ્રવ્યવડે અથવા દ્રવ્યથી અથવા દ્રવ્યને વિષે જે ઉપક્રમ તે દ્રવ્યાપક્રમ તથા ક્ષેત્રનો ઉપક્રમ તે ક્ષેત્રપક્રમ. શંકા : ક્ષેત્ર એ અમૂર્ત અને નિત્ય છે. તેથી ક્ષેત્રનો ફેરફાર કે વિનાશ કેવી રીતે શક્ય 15 છે કે જેથી ક્ષેત્રોપક્રમ ઘટે ? સમાધાન : ક્ષેત્રમાં રહેલ દ્રવ્યનો ફેરફાર અને વિનાશ થતો હોવાથી તે દ્રવ્યના ફેરફાર વિનાશનો ક્ષેત્રમાં ઉપચાર કરવાથી ક્ષેત્રનો ફેરફાર કે વિનાશ કહેવાય છે તેમાં કોઈ દોષ નથી કારણ કે ‘તાથ્થાત્ તવ્યપદેશ' ન્યાયે જેમ મંચ ઉપર રહેલા લોકો બોલતા હોવા છતાં વ્યવહારમાં એવું બોલાય છે કે “મંચો બોલે છે” તેમ તે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યના પરિકર્મ 20 વિનાશનો તે ક્ષેત્રમાં વ્યપદેશ થાય છેઅર્થાત્ દ્રવ્યના પરિકર્મ/વિનાશ ક્ષેત્રના પરિકર્મ વિનાશ કહેવાય છે. તથા કાળ એ વર્તનાદિરૂપ હોવાથી દ્રવ્યનો પર્યાય છે, તેથી દ્રવ્યોપક્રમ જ ઉપચારથી કાળોપક્રમ કહેવાય છે. (આશય એ છે કે પરમાણુ વગેરે દ્રવ્યનું પરમાણુ વગેરે રૂપે રહેવું તે વર્તના છે. કેટલાક આચાર્યો આ વર્તનાને જ કાળરૂપ માને છે. તેથી કાળ વર્તનાદિરૂપ કહ્યો છે. અને આ વર્તના એ દ્રવ્યને જ એક પર્યાય હોવાથી કાળ પણ દ્રવ્યનો જ પર્યાય છે. તેથી દ્રવ્યના 25 પરિકર્મ–વિનાશ એ કાળના પરિકર્મ–વિનાશ તરીકે કહેવાય છે. આ વ્યાખ્યા કાળને દ્રવ્યના પર્યાયરૂપે માનતા આચાર્યો દ્વારા કરી. પરંતુ જેઓ કાળને સમય–પ્રહરાદિ રૂપ માને છે તેઓના મતે કાળનો પરિકર્મ–વિનાશ ઘટાડવા “અથવા” કરીને હવે બીજો વિકલ્પ આપે છે) અથવા કાળના ઉપક્રમ તરીકે તે તે ઉપાયો વડે ચન્દ્રગ્રહણાદિનું જ્ઞાન મેળવવું એ કાળનો પરિકર્મ. (આમ તો ચન્દ્રગ્રહણ થાય ત્યારે તેનું જ્ઞાન સ્વયં થઈ જાય, પણ જ્યોતિષશાસ્ત્રના 30 ગણિતની સહાયથી તેનું જ્ઞાન પૂર્વે જ મેળવી લેવું તે ઉપક્રમ થયો. અને ગ્રહ, નક્ષત્રાદિની ગતિ વડે કાળનું અનિષ્ટ ફળદાયક રૂપે થવું તે કાળનો વિનાશ જાણવો.) ભાવપક્રમ આગમ
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy