________________
ISIS૧૭
ગણધ૨ ભગવંતો રચિત આવશ્યક સૂત્રો સાગ૨ની જેમ અતિશય ગહન ( ગંભીર અર્થવાળા) છે. તેના ઉપ૨ શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુક્વામીજીએ આવશ્યકનર્યુકત શૂન્યની સ્થના કરી. સૂરિપદ૨ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા પૂજ્યપાદ હ૨ભદ્રસૂજીએ આ ગ્રન્થ ઉપ૨ વિસ્તૃત સંસ્કૃત ટીકાનું સર્જન ક્યું. પૂજનીય સાધુ-સ્સાધ્વીજી ભગવંતો માટે આ ગ્રન્થ પાયાનો મહત્ત્વનો ગ્રંથ લ્હી શકાય. સેંકડો વર્ષોથી આ ગ્રન્થનું અધ્યયન થતું આવ્યું છે. પણ હાલના મંદ ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતો માટે મૂર્ધન્ય વિદ્વાન મહાત્માઓના સંયોગ વિના આ ગ્રંથરત્નનો સંપૂર્ણ અર્થબોધ મુક્લ બન્યો છે. માટે આ ગ્રંભના પદાર્થોનું સરળ શૈલીમાં સ્પષ્ટીકણ ક૨તું ગુર્જ6 ભાષાંતર આવશ્યક બન્યું.
પૂજ્યપાદ શાસનપ્રભાવક પંન્યાસ શ્રી ચન્દ્રશેખ૨ વિ.મ.સા.ના શિષ્યરત્ન સંસ્કૃત પાઠશાળાના કુશળ સંયોજક મુનિરાજ શ્રી જિતક્ષિત વિ.મ.સા.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આર્યરક્ષિત વિજય મ. સાહેબે પૂજ્ય પંન્યાસજી ભગવંતની પ્રે૨ણાને ઝીલીને આ ગ્રન્થ ઉપ૨ ગુર્જ૨ ભાષાંતરનો સ્તુત્ય પ્રયાસ આરંભ્યો અને આજે આવશ્યક નિર્યોકાના પ્રથમ બે ભાગનું પ્રકાશન કરતાં અમો ખૂબ જ આનંદ અનુભવી ૨હ્યા છીએ. પૂજ્ય મુનિવરનો આ પ્રયાસ ખૂબ ખૂબ અનુમોદનીય અને આવકાર્ય છે. તથા આગામી ભાગો પણ મુનિશ્રી દ્વારા શઘિપ્રકાશિત થાય એ જ અભ્યર્થના.
પ્રાકૃત-સંસ્કૃત તથા ગુજરાતી વિભાગનું સુંદ૨ રીતે મુદ્રણ કરી આપનાર શ્રી રામાનંદ ઓફસેટ (અમદાવાદ)નો અમે આ અવસરે અભા૨ માનીએ છીએ.
તેમજ પપૂ.આ.ભ.શ્રીર્માદ્વજય યશોરત્નસૂરિજીના શિષ્યરત્ન મુ. ધર્મરત્નવજયજી મ સાહેબની પ્રેરણાથી શ્રી ઉમા સ્પે.મુ. જૈન સંઘ (સુરત) પોતાના જ્ઞાનનધમાંથી આ શૂન્યના પ્રકાશન માટે દ્રવ્યનો સચ્ચય કરીને શ્રુતર્માતનો મહાન લાભ લીધો છે. તેની અમે અંતરથી અનુમોદના ક્વીએ છીએ.
પ્રાન્ત આ ગ્રન્થના વાંચન, ચિંતન, મનન દ્વા૨ા સહુ પરમપદને પ્રાપ્ત ક૨શે એ જ અંત૨ની પ્રાર્થના....
લલિતભાઈ ધામી. પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા