SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ N ૧ ૨ SSSSS બીજી એક ખાસ વાત કે સંસ્કૃત ટીકાના પ્રાયઃ સર્વ શબ્દોનું ભાષાંતર કરવાનો પ્રયાસ કર્યો છે તથા તે ઉપરાંત જયાં પદાર્થની સ્પષ્ટતા કરવાની જરૂર લાગી ત્યાં ( ) કૌંઉસ કરી અર્થાત્ વિગેરે શબ્દો દ્વારા પદાર્થની સ્પષ્ટતા પણ કરી છે. ભાષાંતરમાં આદ્યારભૂત ગ્રંથો છે. વિશેષ આવશ્યક ભાષ્ય ઉપદેશ પ્રાસાદ આવશ્યક ચૂર્ણિ ઉપદેશ પદ આવશ્યક નિર્યુક્તિ-મલયગિરિ ટીકા નંદી સૂત્ર આવશ્યક નિર્યુક્તિ દીપિકા અનુયોગ દ્વારા સત્ર ઉપદેશ માળા છું વિનંતી 8{ 8રજોડીને છું. વાચકવર્ગને ઉપયોગી થાય એ દષ્ટિએ ભાષાંતર કરેલ છે. છતાં વાચકવર્ગમાં ખારા સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી કરું છું કે આના પછી આપેલ “સંસ્કૃત ટીકા વાંચવાની પદ્ધતિ” નામના લેખમાં આપેલ પદ્ધતિને વાંચીને સંસ્કૃતમાં જ આપ સૌ વાંચન કરો તો વધુ સારું. માત્ર જયાં જરૂર પડે ત્યાં જ ગુજરાતી ભાષાંતરનો ઉપયોગ કરવો જોઈએ. જો સંસ્કૃતવાંચન માટે મહેનત કરશો તો ભવિષ્યમાં આ સિવાયના અન્યગ્રંથોનું વાંચન તમે જાતે સહેલાઈથી કરી શકશો. એ સિવાય જો પ્રથમથી જ ભાષાંતરનો ઉપયોગ થશે તો સંસ્કૃતવાંચનનો મુહાવરો ન રહેતા જતા કાળે સંસ્કૃતવાંચન અઘરું પડશે. માટે ખાસ ટીકાની પદ્ધતિને જાણી તે અનુસારે સંસ્કૃતવાંચન થાય તો સારું. હા ! બીજી એક ખાસ વિનંતી કે આ સંસ્કૃતવાંચન કે ગુજરાતીવાંચન સ્વયં ન કરતા વિદ્યાગુરુ પાસે વિનયપૂર્વક થાય તો સારું. તારા ઉપકાર અનંતા છે, તેનો બદલો હું વળે? - • સંસારરૂપ ઘોર અટવીમાં સમ્યગું માર્ગથી ભ્રષ્ટ થયેલા મારા જેવા હજારો યુવા-યુવતીઓને સમ્યગ માર્ગ ચિંધનારા શાસનપ્રભાવક પ.પૂ.પં. ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબ કે જેમની વાચનાંઓએ મારા હૃદયમાં સ્વાધ્યાયનો પ્રેમ જગાવ્યો, સ્વાધ્યાયની મહત્તા જણાવી, જેના પ્રભાવે આ ગ્રંથના પ્રથમ બે ભાગનું પ્રકટીકરણ થયું છે. આ સિવાય પણ પોતાના સાનિધ્યમાં રાખી સંયમની જબરદસ્ત કાળજી, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર શાસનનો રાગ, વિગેરે ગુણો માટે સતત માર્ગદર્શન આપવા દ્વારા અગણિત ઉપકારો કર્યા છે. આ ઉપકારોનો બદલો હું શું વાળીશ? વારંવાર સ્કૂલના પામતાં ભાષાંતરના આરંભને ઉત્સાહવર્ધક વચનો વડે વેગ આપતા, ભાષાંતર દરમિયાન જોઈતી બધી સામગ્રીઓ પૂરી પાડવા દ્વારા, સાચી સમજણ આપવા દ્વારા, તથા કેટલીક વખત પોતાના કાર્યોને ગૌણ કરી ભાષાંતરના કાર્યને મુખ્ય બનાવી સહાય કરનારા એવા સરલ સ્વભાવી મારા પરમોપકારી ગુરુદેવ પ.પૂ. જિતરક્ષિતવિજયજી મ.સાહેબના આ ઉપકારનો બદલો હું શું વાળીશ ? • જે સંસ્કૃત ભાષાનું ભાષાંતર થયું તે સંસ્કૃત ભાષાની મ, ના, ડું, ..... વિગેરે બારાખડી શીખવાડનારા પ.પૂ.પં. મેઘદર્શનવિજયજી મ.સાહેબના તથા તે ભાષા શીખ્યા પછી બહુલતાએ ગ્રંથોનું વચન કરાવનારા પ.પૂ.મુ.ગુણહંસવિજયજી મ.સાહેબના તે ઉપકારનો બદલો હું શું વાળીશ? *
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy