SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ કરતા ક્ષેત્ર સૂક્ષ્મ (નિ. ૩૭) ૯૭ च द्रव्यं भाज्यं, द्रव्यात् पर्यायाणां सूक्ष्मतरत्वात् अक्रमवर्त्तिनामपि च वृद्धिसंभवात् कालवृद्ध्यभावो भावनीय इति गाथार्थः ॥३६॥ । अत्र कश्चिदाह- जघन्यमध्यमोत्कृष्टभेदभिन्नयोः अवधिज्ञानसंबन्धिनोः क्षेत्रकालयोः अङ्गलावलिकाऽसंख्येयभागोपलक्षितयोः परस्परतः प्रदेशसमयसंख्यया परिस्थूरसूक्ष्मत्वे सति कियता भागेन हीनाधिकत्वमिति, अत्रोच्यते, सर्वत्र प्रतियोगिनः खल्यावलिकाऽसंख्येयभागादेः 5 कालाद् असंख्येयगुणं क्षेत्रं, कुत एतत् ?, अत आह सुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खित्तं । अङ्गलसेढीमित्ते, ओसप्पिणीओ असंखेज्जा ॥३७॥ અથવા ન વધે કારણ કે દ્રવ્યો કરતા પર્યાય સૂક્ષ્મ હોય છે. (શંકા : પર્યાય વધે તો કાળ વધે જ ને ?) સમાધાન : ના. અક્રમવર્તી (અર્થાત યુગપલ્ફાવિ) પર્યાયોની પણ વૃદ્ધિ સંભવતી હોવાથી કાલવૃદ્ધિનો અભાવ ઘટી શકે છે. (એક એવા પણ દ્રવ્યમાં રહેલા નવા જૂના પર્યાયો એ કાલવૃદ્ધિને સાપેક્ષ છે, અર્થાત્ નવી વસ્તુ જૂની થાય ત્યારે અવશ્ય કાલ વધે જ તેથી આ નવાજૂના પર્યાયો કાલક્રમવર્તી પર્યાયો છે. માટે આ પર્યાયોની વૃદ્ધિ થાય તો કાલની પણ અવશ્ય વૃદ્ધિ થાય, પરંતુ વસ્તુમાં રૂપ, સ્પર્શ ગંધાદિની તરતમતારૂપી પર્યાયો એ કાલક્રમને સાપેક્ષ નથી 15 અર્થાત આ પર્યાયો એક જ સમયે વધી શકે છે છતાં કાલની વૃદ્ધિ ન થાય. તેથી પર્યાયની વૃદ્ધિ અર્થાત્ અક્રમવર્તી એવા રૂપાદિ પર્યાયોની વૃદ્ધિ થવા છતાં કાલની વૃદ્ધિ ન થાય તે અપેક્ષાએ જણાવ્યું છે કે પર્યાયની વૃદ્ધિમાં કાલની વૃદ્ધિ થતી નથી.) /૩૬ અવતરણિકા : શંકા : જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટભેદથી જુદા જુદા, અવધિજ્ઞાન સંબંધી અંગુલ અને આવલિકાના અસંખ્ય ભાગથી ઉપલક્ષિત સર્વ ક્ષેત્ર–કાલનું પરસ્પર પ્રદેશ અને 20 સમયની સંખ્યાવડે સ્કૂલ-સૂક્ષ્મપણું હોવાથી કેટલા ભાગથી હીનાધિકપણું છે ? (અર્થાત કાલના સમયો અને ક્ષેત્રના પ્રદેશોમાં કોણ કેટલું અધિક કે હીન છે ?) સમાધાન : સર્વત્ર પ્રતિયોગિ એવા આવલિકાના અસંખ્ય ભાગરૂપ કાલ કરતા અંગુલનું અસંખ્યયભાગરૂપ ક્ષેત્ર અસંખ્ય ગુણ અધિક હોય છે. (અર્થાત્ આવલિકાના અસંખ્યયભાગમાં જટલા સમયો હોય તેના કરતા અંગુલના અસંખ્યયભાગરૂપ ક્ષેત્રમાં આકાશપ્રદેશો અસંખ્ય ગુણ 25 અધિક હોય છે.) શંકા : આવું શા માટે હોય છે ? તેના સમાધાનમાં આગળ કહે છે ? ગાથાર્થ : કાલ સૂક્ષ્મ છે, ક્ષેત્ર તેના કરતા પણ સૂક્ષ્મતર છે. અંગુલપ્રમાણશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્ય અવસર્પિણીઓ સમાય છે. ५९. स्पर्शरसादीनां तत्पर्यायाणां वैकगुणादीनां गुणानां पर्यायत्वान्नायुक्तमक्रमवर्त्तिपर्यायत्वं, 30 नयौ चात एव द्रव्यपर्यायार्थिकावेव । ६०. पर्यायवृद्धौ न कालवृद्धिरिति समर्थनाय । ६१. अङ्गलमावलियाणमित्यादीना दीवसमुद्दा उ भइयव्वा इत्यन्तेन विमध्यमत्वेन प्रतिपादितयोः ६२. विधेयस्य ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy