SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિના આઠ ગુણોનું સ્વરૂપ (નિ. ૨૨) મૌક ૭૯ बुद्धिगुणैरष्टभिरित्युक्तं, ते चामी सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए "वावि ।। तत्तो अपोहए या, धारेइ करेइ वा सम्मं ॥२२॥ व्याख्या-विनययुक्तो गुरुमुखात् श्रोतुमिच्छति शुश्रूषति, पुनः पृच्छति प्रतिपृच्छति तच्छ्रुतमशङ्कितं करोतीति भावार्थः, पुनः कथितं तच्छृणोति, श्रुत्वा गृह्णाति, गृहीत्वा चेहते 5 पर्यालोचयति किमिदमित्थं उत अन्यथेति, चशब्दः समुच्चयार्थः, अपिशब्दात् पर्यालोचयन् किञ्चित् स्वबुद्धयाऽपि उत्प्रेक्षते, 'ततः' तदनन्तरं 'अपोहते च' एवमेतत् यदादिष्टमाचार्येणेति, पुनस्तमर्थमागृहीतं धारयति, करोति च सम्यक् तदुक्तमनुष्ठानमिति, तदुक्तानुष्ठानमपि च श्रुतप्राप्तिहेतुर्भवत्येव, तदावरणकर्मक्षयोपशमा-दिनिमित्तत्वात्तस्येति । अथवा यद्यदाज्ञापयति गुरु: तँत् सम्यगनुग्रहं मन्यमानः श्रोतुमिच्छति शुश्रूषति, पूर्वसंदिष्टश्च सर्वकार्याणि कुर्वन् पुनः 10 पृच्छति प्रतिपृच्छति, पुनरादिष्टः तत् सम्यक् शृणोति, शेषं पूर्ववदिति गाथार्थः ॥२२॥ बुद्धिगुणा व्याख्याताः, तत्र 'शुश्रूषतीत्युक्तं, इदानीं श्रवणविधिप्रतिपादनायाहઅવતરણિકા : “બુદ્ધિના આઠગુણોવડે” એવું જે કહ્યું તે આઠ ગુણોને હવે બતાડે છે. ગાથાર્થ: સાંભળવાની ઇચ્છા કરે છે. પ્રતિપૃચ્છા કરે છે. કહેલું સાંભળે છે. ગ્રહણ કરે છે. વિચારે છે." પછી નિશ્ચિત કરે છે. જે ધારણ કરે છે. અને સમ્યગુ અનુષ્ઠાન કરે છે. “ 15 ટીકાર્થ : વિનયયુક્ત શિષ્ય ગુરુમુખથી શાસ્ત્રના અર્થો સાંભળવાનીઇચ્છા કરે છે. સાંભળ્યા પછી અશકિત ફરવા માટે (અર્થને) ફરીથી પૂછે છે. ફરી કહેવાયેલું (પૂછાયેલા શંકિત અર્થના ઉત્તરને) સાંભળે છે. સાંભળીને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને વિચારે છે કે “તે તે રીતે જ છે કે બીજી રીતે છે.” અહીં મુળગાથામાં “ચ” શબ્દ સમુચ્ચય અર્થવાળો છે અને “જિ” શબ્દથી “વિચાર કરતો તે શિષ્ય કંઈક પોતાની બુદ્ધિથી પણ ચિંતન કરે છે” એવો અર્થ પણ સમજી લેવો. 20 ત્યાર પછી “આચાર્યવડે જે કહેવાયું છે તે તેજ પ્રમાણે છે” એમ નિશ્ચિત કરે છે. ત્યાર પછી નિશ્ચિત કરેલો અર્થ ધારણ કરે છે. અને તે સૂત્રાદિમાં કહેલા અનુષ્ઠાનને સમ્યગ્રીતે કરે છે. અહીં એ પણ ધ્યાન રાખવું કે અનુષ્ઠાન પણ શ્રુતના લાભનું કારણ બને જ છે કારણ કે આ અનુષ્ઠાન કરવાથી શ્રુતજ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે, અથવા આ શ્લોકનો બીજી રીતે અર્થ કરે છે કે ગુરુ જે જે પદાર્થોને જણાવે છે, તે સર્વ 25. પદાર્થોને “ગુરુ મારી ઉપર કેટલો ઉપકાર કરે છે” એવું માનતો તે શિષ્ય સમ્યગ્રીતે સાંભળવાને ઈચ્છે છે. આ ‘શુશ્રુષતિ' પદનો અર્થ કહેવાયો. પૂર્વે સંદિષ્ટ કરાયેલો શિષ્ય સર્વકાર્યોને કરતો ફરી પૂછે છે. આના દ્વારા “પ્રતિપૃચ્છા” શબ્દ કહેવાયો. ફરી કહેવાયેલો શિષ્ય તે અર્થને સમ્યમ્ સાંભળે છે. હવે પછીના બધા પદોનો અર્થ પૂર્વે કહેવાયા પ્રમાણે જાણવો. ||રરા અવતરણિકા : બુદ્ધિના ગુણો કહેવાઈ ગયા. તેમાં “સાંભળવાની ઇચ્છા કરે છે.” એવું 30 જે કહ્યું ત્યાં હવે સાંભળવાની વિધિને જણાવે છે ? [ આવિ રૂ. 5 વી -ર-8-+ શુશ્રુષને શુશ્રત રૂત્યુ પ . * પુનઃ પુન: ૩-૪ I * તત્તત્ ૨-૨-૫ { } વાદ#R૦ ૬-૨-8 !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy