SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મેકલ્યા. તે વાનરે તપાસ કરીને આવ્યા પછી એક સુંદર વનમાં બધા વાનરે ગયા. તે વનમાં એક માટે દ્રહ હતું. આ જોઈને વાનરે ખુશ ખુશ થઈ ગયા. મુખ્ય વાનરે તે દ્રહની ચારે તરફ ફરીને તપાસ કરી, તે તે પ્રહમાં જવાનાં પગલાં દેખાતાં હતાં, પણ બહાર આવ્યાનાં પગલાં દેખાતાં ન હતાં. આથી મુખ્ય વાનરે બધા વાનરેને ભેગા કરીને કહ્યું કે “આ દ્રહથી સાવચેતી રાખવી. કીનારા ઉપરથી કે દ્રહમાં જઈને પાણી પીવું નહિ, પણ પિલી નળી વાટે પાણી પીવું ” , - જે વાનરો મુખ્ય વાનરના કહેવા પ્રમાણે વર્યા તે સુખી થયા. અને જેઓ કહમાં જઈને પાણી પીવા ગયા તે મરણ પામ્યા. આ પ્રમાણે આચાર્ય ભગવંત મહત્સવ વગેરેમાં આધાકર્મિ, ઉસિક આદિ દેષવાળા આહાર આદિને ત્યાગ કરાવે છે તથા શુદ્ધ આહાર ગ્રહણ કરાવે છે. જે સાધુએ આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે વર્તે છે, તે થોડા જ કાળમાં સઘળા કર્મોને ક્ષય કરે છે. જેઓ આચાર્ય ભગવંતના વચન પ્રમાણે વર્તતા નથી તેઓ અનેક ભવેમાં જન્મ, જરા, મરણ આદિનાં દુખો પામે છે. ભાવગ્રહણ એષણા અગીઆર પ્રકારે–૧ સ્થાન, ૨ દાયક, ૩- ગમન, ૪ ગ્રહણ, ૫ આગમન, ૬ પ્રાપ્ત, ૭ પરાવૃત્ત, ૮ પતિત, ૯ ગુરુક, ૧૦ ત્રિવિધ, ૧૧ ભાવ.
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy