________________
: ૨૭૬ :
શંકા—સ’હત (બદલવું) અને ઉન્મિશ્ર (ભેળસેળ કરવું) આ એમાં શા ક્રૂર છે.?
સમાધાન—સાધુને આપવા ચેાગ્ય વસ્તુમાં બીજી નહિ આપવા યોગ્ય સચિત્ત, મિશ્ર કે અચિત્ત આદિ ભેળવીને આપે, એટલે કે આપવા ચાગ્ય ભાત વગેરેમાં નહિ આપવા ચૈાગ્ય દહીં વગેરે મેળવીને આપે અથવા સચિત્ત કે મિશ્ર વસ્તુ મેળવીને આપે તે ઉન્મિશ્ર કહેવાય.
જ્યારે સહતમાં તા ભાજનમાં રહેલી નહિ આપવા યાગ્ય (સચિત્ત આદિ) વસ્તુ બીજે નાખીને આપે. સહષ્કૃત અને ઉન્મિશ્રમાં આટલા ફરક છે.
ઇતિ સક્ષમ ઉન્નિમાષ નિરૂપણ