________________
: ૨૪૦ :
દોષવાળા જાણવા છતાં વાપરે છે. કેમકે જો ન વાપરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થઈ જાય.
શ્રુતજ્ઞાનથી જેટલી તપાસ થઇ શકે તેટલી તપાસ કરીને શુદ્ધ જાણીને છદ્મસ્થ સાધુ ગ્રહણ કરે, શ્રુતજ્ઞાનથી તપાસ કરેલા આહારને અશુદ્ધ જાણીને જજે કેવળજ્ઞાની ન વાપરે તે શ્રુતજ્ઞાનમાં અવિશ્વાસ થાય, પછી શ્રુતજ્ઞાનને કાઇ પ્રામાણિક ન ગણે.
सुत्तस्स अप्पमाणे चरणाभावो तभो य मोक्खस्म । मोक्खस्सऽवि य अभावे दिवखपवित्ती निरत्था उ ॥७४॥ ( પિ. નિ. પર૫)
શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય, એટલે સઘળી ક્રિયા નિષ્ફળ થાય. છદ્મસ્થ જીવને શ્રુતજ્ઞાન વિના યથાયાગ્ય સાવદ્ય નિરવદ્ય, પાપકારી પાપ વિનાની, વિધિ-નિષેધ આદિ ક્રિયાકાંડનું જ્ઞાન થઈ શકતું નથી.
શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય તે ચારિત્રના અભાવ થાય. ચારિત્રના અભાવ થાય તા મેાક્ષને અભાવ થાય.
મેક્ષના અભાવ હોય તેા પછી દીક્ષાની બધી પ્રવૃત્તિ નિરર્થંક–નકામી થાય. કેમકે દીક્ષાનું મેક્ષ સિવાય બીજું કાઈ પ્રત્યેાજન નથી.
ઇતિ પ્રથમ શકિતદેાષ નિરૂપણ