SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૯ : પુત્ર થયો તે ઘડિયામાં ટટ્ટી–પેસાબ કરે તેથી બાળકનું શરીર, વસ્ત્ર, ઘડીયું વગેરે બગડે, એટલે સ્ત્રી પિતાના પતિને કહે, બાળકની ગુદા સાફ કરી નાખો અને પછી તેના બગડેલા વસ્ત્ર વગેરે ધોઈને સાફ કરે.” “જેવી આજ્ઞા” કહી તે પુરુષ બધું કરતા. આ પ્રમાણે દરરોજ તે સ્ત્રી છોકરાનાં બાળતીયાં વગેરે તેની પાસે સાફ કરાવે. આ ભાઈ રેજ હર્ષ પૂર્વક બધું સાફ કરે. જોકે એ આ વાત જાણ એટલે “હદજ્ઞ” (કરાનું ઘેલું સાફ કરવાનું જાણનાર) નામ પાડયું. આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચેરા ઉપર બેઠેલા બધા માણસે એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તે છએ પુરુષના ગુણોને ધારણ કરનાર છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.” આ સાંભળી વિમિત્ર બે કે “તે છ પુરુષોના જે બાયલ નથી. માટે તમારે જે જોઈએ તે માગે, હું જરૂર આપીશ.” - સાધુએ કહ્યું કે “જો એમ છે, તે ઘી, ગોળ સાથે પાતરું ભરીને સેવ મને આપે.” . ચાલે પાતડું ભરીને સેવ આપું.” એમ કહીને વિષ્ણુમિત્ર સાધુને લઈને પિતાના ઘર તરફ ચાલવા માંડયું. રસ્તામાં સાધુએ બધી વાત કરી કે “તમારે ઘેર ગયો હતે પણ તમારી પત્નિએ આપવાને ઈન્કાર કર્યો છે, જે તે હાજર હશે તે તમને આપવા નહિ દે. - વિષ્ણમિત્રે કહ્યું કે “જે એમ છે તે તમે અહીં બાજુમાં ઉભા રહે, થેડી વાર પછી તમને બોલાવીને સેવા આપું.”
SR No.005752
Book TitlePind Niryukti Parag
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Muktabai Agam Mandir
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy