________________
: ૧૯ર : આવતા મહિને આપજે” એમ કહીને જતા રહેલા, તેથી ઘરમાં બે માણસનું મૃત્યુ થયું, આ વખતે પણ આવતા મહિને આપજે” એમ કહીને પાછા ગયા છે, તે ઘરમાં પાછું કોઈનું મૃત્યુ થશે.” તુરત તે માણસે ઘરના માલિક બ્રાહ્મણને બધી વાત કરી, આથી તેણે તે માણસ દ્વારા તુરત તે સાધુને બોલાવીને તેમને ખમાવ્યા અને જોઈએ તેટલા ઘેબર આપ્યા.
આ પ્રમાણે મેળવેલ આહાર કેપિડ કહેવાય. સાધુને આ પિંડ લેવે કપે નહિ.
ઇતિ સમ કેપિંડદોષ નિરૂપણ,