________________
: ૧૧૭: લેશે નહિ. માટે ચોમાસુ ઉતરે સાધુ જશે ત્યારે ત્યાં જઈને કઈ રીતે તેમને આહાર આપીશ.”
વર્ષાઋતુના થડા દિવસ બાકી રહ્યા, ત્યારે દેવશર્માએ સાધુને પૂછીને જાણી લીધું કે ચોમાસુ ઉતરે સાધુ અમુક દિશામાં જવાના છે. આથી દેવશર્મા તે દિશામાં કેઈ ગોકુલમાં જઈને પિતાના ચિત્ર વગેરે બતાવીને અને પિતાની વચન ચાતુરીથી લેકેને ખુશ કરી દીધા. આથી કે તેને ઘી, દૂધ વગેરે આપવા લાગ્યા, ત્યારે દેવશર્માએ કહ્યું કે “હું જ્યારે માગુ ત્યારે આપજે.”
ચોમાસુ ઉતર્યું એટલે સાધુઓએ વિહાર કર્યો. તેઓ ક્રમે કરીને તે ગોકુળમાં આવ્યા. એટલે દેવશર્માએ પણ ત્યાં આવીને જ્યાં જ્યાં પછી લેવાનું કહ્યું હતું ત્યાંથી ઘી, દૂધ વગેરે લાવીને એક ઘેર રાખ્યું અને સાધુને ભિક્ષા માટે વિનંતિ કરી, સાધુએએ છસ્થ દષ્ટિથી વિચાર કર્યો પણ કંઈ દેષ દેખાય નહિ એટલે શુદ્ધ આહાર જાણીને ગ્રહણ કર્યો. આ રીતે ઉપગ પૂર્વક તપાસ કરીને ગ્રહણ કરવામાં સાધુને કેાઈ દેષ લાગતે નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. પરંતુ જે કઈ રીતે ખબર પડી જાય તે તે આહાર લેવે ક નહિ. કેમકે તે આહાર પરભાવીત દેજવાળે છે, ઉપરાંત જુદા જુદા ઘેરથી ત્યાં લાવે છે, તેથી અભ્યાહતદોષ પણ છે. અને સાધુને આપવા માટે એક સ્થાને રાખી મૂકેલો છે. તેથી સ્થાપનાદેષ પણ છે. આમ તે આહાર ત્રણ દેલવાળો થાય છે.
ઇતિ અષ્ટમ ક્રિતિષ નિરૂપણ