________________
૬૨
જીવસમાસ અપૂર્ણ શરીર હોવાથી તે સર્વને અપર્યાપ્ત જ ગણવા. અપર્યાપ્તા ગણવાથી સર્વ મિશ્ર શરીરને પણ સમાવેશ થઈ જાય છે. ગુણસ્થાનકે એએમાં જેને જેટલા સંભવે તેઓને તે પ્રમાણે સ્વયં વિચારી લેવા, ફક્ત મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાને મનુષ્ય તીર્યને વૈક્રિય મિશ્ર હેતું નથી. અન્ય સ્થાનમાં તે ન કહ્યું હોવાથી. તેઓ વૈક્રિય કેમ નથી કરતા તેનું ગમે તે કારણ હોય તે કેવલીઓ અથવા બહુશ્રુતે જાણે. વધુ વિસ્તારથી સયું. (૫૭) હવે કામણ કાયયોગમાં જીવસમાસને વિચાર કરે છે. मिच्छा सासण अविरय भवंतरे केवली समुहया य । ..
વસ્મયશો છોડ્યો ન સમો છું તારું પ૮. ગાથાર્થ : કાર્મણ કાયયોગ ભવાંતરમાં જતા મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત ગુણ
સ્થાનકે હોય છે. તથા કેવલી સમુદ્દઘાતમાં સગી કેવલી ગુણસ્થાનકે હોય
છે, અને મિશ્રદ્રષ્ટિપણામાં જીવ મૃત્યુ પામતો નથી. (૫૮) ટીકા : ભવાંતરમાં જતા વચ્ચે વિગ્રગતિમાં મિથ્યાષ્ટિએ, સાસ્વાદની અને અવિરત સમ્યગદષ્ટિએ કાર્મણ કાયયેગમાં હોય છે. “gut / મન્તિ’ સૂત્રથી વિભકિતને વ્યત્યય થવાથી “કાર્પણ કાયયોગમાં ' એવો અર્થ થાય છે. પૂર્વના ઔદારિક શરીરને પહેલા ત્યાગ કરી દીધું છે. અને આગળના ભવનું શરીર હજુ પ્રાપ્ત થયું નથી તે વખતે વિગડગતિમાં કાર્મણ કાયયોગ જ હોય છે. '
કેવલીઓ જ્યારે કેવલી મુદ્દઘાત કરતા હોય ત્યારે ત્રીજા ચોથા અને પાંચમા સમયે કામણ કાયગમાં જ હોય છે. તે આ પ્રમાણે કહેવાય છે. કઈ પણ કેવલી ભગવંતે મુક્તિગમનને કાળ નજીક આવે ત્યારે પિતાનું આયુકર્મ ઘેડું છે અને વેદનીય કર્મ તે હજી પણ ઘણું છે એમ જાણુને આયુષ્યથી અધિક વેદનીયની સ્થિતિ ખપાવવા માટે પિતાના જીવપ્રદેશ વડે સમસ્ત લેકમાં ફેલાવા માટે દંડ, કપાટ વગેરેના કમપૂર્વક સમુદ્દઘાત કરે તે જ કહે છે.
જે કેવલીઓને આયુષ્ય કર્મથી અધિક અન્ય કર્મ હોય તે તે સરખા કરવા માટે કેવલી ભગવાન સમુદ્રઘાત કરે છે. પહેલા સમયમાં દંડ, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે લેકવ્યાપિ થાય છે. પાંચમા સમયે આંતરાઓ સંહ છે, છઠે સમયે મંથાન સંહરે, સાતમા સમયે કપાટનું હરણ કરે છે અને આઠમે સમયે દંડનું સંહરણ કરે છે.