________________
પ્રશસ્તિ
આ ટીકામાં જે પદાર્થો છે તે મોટે ભાગે સમયસાગર નામના ગ્રંથામાંથી અથવા (સિદ્ધાંત રૂપી સમુદ્રમાંથી ) લખ્યા છે છતાં પણ આ ટીકામાં કેપ વગેરે દોથી જે કંઈક દુષ્ટ હોય તેને પંડિતપુરૂષોએ શુદ્ધ કરવું (૧)
- આ જીવસમાસની ટીકા કરીને મને જે પુણ્ય પ્રાપ્ત થયું હોય તેના દ્વારા લેક જીવાદિ તત્વને જાણીને કલ્યાણને પ્રાપ્ત કરે. (૨)
શ્રી પ્રશ્નવાહનકુલ રૂપી સમુદ્રમાંથી જે નીકળેલ પૃથ્વીતી ઉપર જેની કીર્તિ રૂપી ઉગેલી શાખાઓ ગણું ફેલાએલી છે અને જેની ઊંચી છાયાને આશ્રય ઘણા ભવ્યજીએ કર્યો છે. જેમાં સર્વે સંશયાત્મક પદાર્થો સારી રીતે સધાયા છે. એવા (૩) - જ્ઞાન વગેરે ફૂલોથી ભરાવદાર, શ્રીમાન આચાર્યો રૂપી ફળ વડે ફળે એ કલ્પવૃક્ષ સમાન શ્રી હર્ષપુરીય નામને ગ૭ છે.(૪)
એ ગચ્છમાં ગુણરત્ન વડે કરી રેહણાચલ સમાન, ગંભીરતા વડે સમુદ્ર સમાન, ઊંચાઈ પણાથી મેરૂ પર્વતનું અનુકરણ કરતા, શાંતપણાથી ચંદ્ર સમાન સમ્યગ્ર જ્ઞાન અને વિશુદ્ધ સંયમના અધિપતિ, સ્વ આચાર રૂપી ચર્યાના ભંડાર, શાંત, નિઃસંગ (નિગ્રંથ) માં મુગુટ સમાન એવા શ્રી જયસિંહસૂરિ થયા. (૫)
જેમ સમુદ્રમાંથી રત્ન નીકળે તેમ સિંહસુરીથી તે શિષ્ય રત્ન થયા, કે જેમના ગુણગ્રહણ કરવામાં બૃહસ્પતિ પણ સમર્થ નથી. એમ હું માનું છું. સત્ મંત્ર અતિશય વગેરે ઉત્તમ પાણી વડે શ્રી વીરદેવ વગેર પંડિતેથી (દ્વારા) જે વૃક્ષની જેમ સિંચાયા છે. તેમના ગુણેનું કીર્તન કરવામાં કોણ શકિતમાન છે?
જેમની આજ્ઞા આદર સહિત રાજાઓ વડે પણ મસ્તકે ચડાવાય છે. જેમના દર્શન કરીને પણ મોટે ભાગે અતિદુષ્ટ પણ પરમ આનંદને પામે છે.
જેમ દેવે વડે ક્ષીરદધિને મંથન કરતા તે દેને તૃપ્તિ (મેળવતાં) થતી નથી તેમ - જેમના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલ ઉજવલ વાણું રૂપી અમૃતનું પાન કરતા લેક વડે