________________
ભાવદ્વાર
૩૦૯
કમ`ના ક્ષાયિકભાવ હેાવા છતાં પણ અહી કહ્યો નથી પણ ઔયિકભાવ કહ્યો છે કેમકે તે કર્મોના ઉદયથી વેદના વગેરેની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે.
પ્ર. ; આગળ કર્મના વિપાકથી અનુભવવા રૂપ જ ઉદય તે ઔયિક એમ કહ્યુ છે અને તે ઉદય જીવને જ સભવે છે પણ કને તે ઉદય સ ંભવી શકતા નથી. કેમ કે તે કર્મોને વિપાકના અનુભવ હોતા નથી તો પછી આ કર્મો ઔયિક ભાવમાં છે એમ શી રીતે કહેવાય ?
ઉ. : ખરેખર તમે ભૂલકણાં છે તેથી હમણાં જ કહ્યું છે કે “વિપાકના અનુભવ રૂપ ઉદય અનુભવનાર જીવમાં અને અનુભવનીય કમ માં હોવાથી એમાંથી કોઈપણ એકના અભાવ હાય છે. તે અનુભવના અભા હાય છે.
પ્ર. : સાચી વાત છે અમે કશુ ભૂલ્યા નથી. પરંતુ આ ન્યાયથી કર્મોને આશ્રયી જે ઔપમિક વગેરે ભાવા પણ અજીવામાં મળશે, કેમકે ઉપશમ વગેરે પણ તેના જીવમાં અને ઉપશમ કરવા યોગ્ય કમાં હોવાથી
ઉ. : આ સાચુ' છે પરંતુ સૂત્રપ્રવ્રુતિ અમુક વિવક્ષાપ્રધાન
હાવાથી ઔયિક અને પારિણામિક એ ભાવે જ અજીવાને ગણ્યા છે પણ આ યુક્તિથી આપશમિક વગેરે ભાવાને સંભવ હાવા છતાં ગણ્યા નથી માટે દ્વેષ નથી અને આથી જ મત કેટલાકને જ છે પણ અધાયને આ મત નથી.
પ્ર : કેટલાક અજીવામાં ફક્ત એક પાણિામિક ભાવ જ સ્વીકારે છે ભલે એમ હોય પણ ચાલુ ગાથામાં કર્માંના પારિણામિક ભવ કેમ ન કહ્યો ? તેના પરિણામ નથી હાતા એમ નથી “ક્ષાયિક પારિણામિક, ઔયિક ભાવ આઠે કર્મોના હાય છે” એમ શાસ્ત્રોના વચન અને બીજા સ્થાનાએ કહ્યુ છે તથા સમસ્ત પદાર્થોના સમૂહમાં પરિણમતી વ્યાપકતા જૈન શાસને સ્વીકારેલી છે.
ઉ. : ઘણુ સારુ' કહ્યુ, પરંતુ કર્મોના ઉત્કટપણે ઔયિક ભાવ જ હોય છે પણ પારિણામિક ભાવ નથી હાતા. કેમકે તે ભિન્ન હાવાથી, અને જે ઉત્કટ હાય તેની જ વિવક્ષા હાય છે. વધુ વિસ્તારથી સર્યુ”. (૨૬૬)
હવે ક્ષાયિક વગેરે ભાવાથી ઉત્પન્ન થયેલ લબ્ધિ વિશેષને વિભાગ પૂર્વક જણાવે છે. केवलियनाणदंसण खाइय सम्मं च चरण दाणाई | नवखया लीओ उवसमिए सम्म चरणं च ॥ २६७॥
ગાથાર્થ : કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર દાન વગેરે પાંચ લબ્ધિએ એમ નવ પ્રકારે ક્ષાયિકલબ્ધિ છે. ઔપમિક સમકિત અને ચારિત્ર એમ એ ઉપશમલિબ્ધ છે. (૨૬૭)