________________
અંતરદ્વાર,
પલ્ય પમના અસંખ્યાતમાં ભાગે ઉદૂવલી શકાય છે એટલે બિલકુલ નાશ રૂપને પામે છે. તે પહેલા નહીં, કર્મપ્રકૃત્તિમાં આ પ્રમાણે જ કહ્યું છે.
આ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે સમ્યક્ત્વ અને મિશ્રના પુજે ઉવલાયે છત્તે તેના અંત ભાગે કોઈપણ ફરીવાર ઔપશમિક સમ્યક્ત્વ કે સાસ્વાદનપણાને પામે છે. આ પ્રમાણે આ બંનેને પલ્યોપમના અસંખ્યાતમ ભાગ રૂપ જઘન્ય અંતર થાય છે.
કહ્યા સિવાયના બાકી રહેલ બીજાઓમાં એટલે મિથ્યાદ્રષ્ટિ, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમશ્રેણીમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસૂફસંપરાય, ઉપશાંત મેહ રૂપ જીવસમાસમાં પિતાપિતાની ગુણઠાણ છેડી ફરી તેને જ પામવામાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું જાણવું. આ અંતર મિથ્યાત્વી વગેરેનું આગળ વિચારાઈ ગયું છે. ઉપશમ શ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેનું જઘન્ય અંતર ઉપશમશ્રેણીથી પડીને ફરી અંતમુહૂર્ત જે તે શ્રેણીને ફરી સ્વીકારનારને જઘન્ય અંતર હોય છે. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી કરવાનું સિદ્ધાંતમાં અનુજ્ઞા છે. પ્ર.: ઉપશમશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેનું જ ગ્રહણ શા માટે કર્યું ? ઉ, : ક્ષેપકને ક્ષપકશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરે તેમજ ક્ષીણમેહ સગી અગી
કેવલીઓને અંતર જ નથી. કેમકે તેમને ગુણસ્થાનકેથી પડવાને અભાવ છે.
આ પ્રમાણે જીવસમાસ રૂપ ગુણઠાણાનું જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર કહ્યું હવે તે ગુણઠાણાઓનું લોકમાં યથાયોગ્ય પણે કોઈક વખત અભાવ રૂપ આતરનું નિરૂપણ કરે છે.
पल्लाऽसंखियभागं सासणमिस्सासमत्तमजुएसु
वासपुहुत्तं उवसामएसु खवगेसु छम्मासा ॥२५९॥ ગાથાર્થ : સાસ્વાદન, મિશ્ર, અસમાપ્ત એટલે સંમૂર્ણિમ મનુષ્યને પાપમના અસં.
ખ્યાતમા ભાગ સુધી અભાવ હોય છે ઉપશામકેને વર્ષપૂથકાવ અને ક્ષેપકનો છ માસનો અભાવ હોય છે, (૫૯).
ટીકાર્થ : સાસ્વાદન અને મિશ્ર અને અસમાપ્ત મનુષ્ય તેઓ. તેમાં સાસ્વાદન અને મિશ્ર પ્રસિદ્ધ છે. અસમાપ્ત મનુષ્ય જે લબ્ધિથી તેમજ કરણથી હંમેશા અપર્યાપ્તા જ જે મનુષ્ય હોય છે. તે જાણવા એવા પ્રકારના મનુષ્ય સંમૂર્ણિમ મનુષ્ય જ હોય છે કેમકે ગર્ભજ મનુ તે પર્યાપ્ત અપર્યાપ્ત હોય છે તેથી સાસ્વાદન મિશ્ર અને અસમાપ્ત મનુષ્યમાં પપમના અસંખ્યાતમાં ભાગ રૂપ અંતર હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે આ ત્રણે રાશિઓ સમસ્ત લેકમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં કાળ સુધી બિલકુલ હોતી નથી. મેડનીય કર્મને જે ઉપશમાવે તે ઉપશામક જે ઉપશમશ્રેણીમાં રહેલા સંસતે હોય છે તેમાં પણ વર્ષ પૃથકૃત્વ પ્રમાણુનું અંતર જાણવું કેઈક વખત વર્ષપ્રથકૃત્વ