SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરદ્વાર જે કાળ થાય તેટલું અંતર થાય છે તે કાળ આ જ ગ્રંથમાં આગળ કાળદ્વારમાં સૂકમજીવને કાળ કહેવાના વખતે અસંખ્ય લોકાકાશના પ્રદેશ રાશિને દરેકનો અપહરણ કરતા જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપે કહેલ છે તે જાણવે. - સૂમપૃથ્વી વગેરે જે સૂફમમાંથી નીકળી બીજે સ્થાને ઉત્પન્ન થઈ ફરી સૂકમમાં ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાદરજીવને સ્થિતિકાળ રૂપ અંતર છે. તે કાળ બાદરસ્થિતિકાળ કહેવાની વખતે કહેલ સીત્તેર કેડાછેડી સાગરોપમ સ્વરૂપ જાણ હરિત અટલે વનસ્પતિકાય, ઇતર એટલે પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને ત્રસકાય. વનસ્પતિકાયિકને ફરી વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થવામાં પૃથ્વી વગેરેનો સ્થિતિકાળ અંતર છે અને પૃથ્વી વગેરે કાને ફરી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં વનસ્પતિકાયને સ્થિતિકાળ અંતર રૂપે છે. આ પ્રમાણેને ક્રમ બંનેને જોડે. તે આ પ્રમાણે થાય છે સામાન્યથી વનસ્પતિકાયના જીનું વનસ્પતિકાયમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી વનસ્પતિકાય રૂપે થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૃથ્વી વગેરે બાકી રહેલ જીને સ્થિતિકાળ અંતરરૂપે થાય છે. તે કાળ અસંખ્યાત લોકાકાશના પ્રદેશની રાશિને દરેક સમયે અપાર કરતા જે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી થાય તેટલા પ્રમાણ કાળ આગળ કહ્યા પ્રમાણે જાણ. બાકીના પૃથ્વી, અપૂ, તેજે, વાયુ અને ત્રસકાય છે પૃથ્વી વગેરેમાંથી નીકળી. વનસ્પતિકાયમાં ભમતા ફરી પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ' ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળનું અંતર છે તે કાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમયના જેટલા પુદ્ગલ પરાવર્ત સ્વરૂપકાળ જે આગળ કહ્યા છે તેટલું જાણ. (૨૧) કંઈક પ્રકારાંતરથી જે વિશેષરૂપ છે તે કહે છે. हरिएयरस्स अंतर असंखया हांति पोग्गलपरट्टा । अड्ढाइज्जपरट्टा पत्तेयतरुस्स उक्कोसं ॥२५२॥ ગાથાર્થઃ વનસ્પતિકાયસિવાયના બીજા અંતરકાળ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન જેટલું છે. પ્રત્યેક વનસ્પતિને ઉત્કૃષ્ટ અંતરકાળ અઢી પુદગલ પરાવર્ત કાળ છે. (ઉપર) ટીકાર્થ : સામાન્ય વનસ્પતિકાય સિવાયના પૃથ્વી, અપ, તેજ, વાયુ અને ત્રસકાય રૂપ ઈતર તે હરિતેતર કહેવાય છે તે હરિતેતર પૃથ્વી વગેરેમાંથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થઈને ફરી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગે રહેલ સમયરાશિ પ્રમાણમાં જેટલા પુદ્ગલ પરાવર્તા થાય તેટલું અંતર થાય છે. પ્રત્યેક તરૂ એટલે પ્રત્યેક શરીરી. વનસ્પતિકાયને ઉપલક્ષણથી સર્વે પૃથ્વી, અપ, તેજે, વાયુ વગેરે પ્રત્યેક શરીર અહી ગ્રહણ કરવા. તેથી સામાન્યથી પ્રત્યેક શરીરી છે
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy