________________
૨૦૬
વસમાસ
कोडिसय सहस्सा पन्नासं हृति उयहिनामाणं । दो पुव्व कोडिऊणा नाणाजीवेहि उक्कोसं ॥ २३८ ॥
ગાથા' : પચાસ લાખ કોડી સાગરોપમના છેદ્યાપસ્થનીને અને એ પૂ ક્રોડ ઉણા વર્ષ પરિહારવિશુદ્ધિના અનેક જીવ આશ્રયી ઉત્કૃષ્ટ કાળ છે. (૨૩૮)
ટીકા : અનેક જીવાને આશ્રયીને છે પસ્થાપનીય ચારિત્રના ઉત્કૃષ્ટ કાળ પચાસલાખ ક્રોડ સાગરોપમના થાય છે. ઈંદ્યોપસ્થાનીય પૂર્વ ગાથામાંથી અહીં અનુવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકરના તીમાં પચાસ લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ કાળ સુધી નિર ંતર અવ્યવચ્છિન્ન પણે હોય છે. બીજા વગેરે તીર્થંકરોના તીર્થોમાં છેદેપસ્થા પનીય ચારિત્રના અભાવ છે. આગળતી ગાથામાંથી અહીં પરિડારવિશુદ્ધિ ચારિત્રનુ અનુવત ન કરવું. અનેક જીવાને આશ્રયી પરિહારવિશુદ્ધિ ચારિત્ર દેશેાન પૂર્ણાંકોડ વર્ષ સુધી સતત પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે :-અવસર્પિણી કાળમાં પહેલા તીર્થંકરની પાસે પૂર્ણાંકોડ આયુવાળા નવ જણુના એક ગણુ ઓગણત્રીસ વર્ષના પોતાના આયુષ્યના વીત્યા પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે અને આજીવન સુધી યથાવત પાલન કરી આયુષ્યના અંત વખતે તેમની પાસે પૂર્વ ક્રોડ વર્ષાયુવાળા નવ જણને ખીન્ને ગણુ પેતાના આયુષ્યના આગણત્રીસ વર્ષ વિત્યા પછી પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારે છે અને ચાવજીવ પાલન કરે, એ પછી ખીજા કોઇપણ એ ચારિત્ર ન સ્વીકારે. કારણકે તીર્થંકર અને તીર્થંકર પાસે પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારનાર સિવાય ખીજા પાસે એના સ્વીકારની અનુજ્ઞાના નિષેધ છે. એમ અઠ્ઠાવન વર્ષે ન્યૂન રૂપ દ્વેશન એ પૂર્વ ક્રોડ વર્ષ સુધી ઉત્કૃષ્ટથી આ ચારિત્ર સતત પ્રાપ્ત થાય છે.
આ બે ચારિત્રો છેદોપસ્થાપનીય અને પરિહારવિદ્ધિ, ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં પહેલા અને છેલ્રા તી કરના તીર્થમાં ડાય છે. વચ્ચેના ખાવીસ તીથ 'કરના ટાઇમમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં તેના અભાવ હોય છે. માટે ત્યાં આગળ બતાવ્યા નથી. પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત ! છેપસ્થાપનીય સયતા કાળથી કેટલા વખત ડાય છે ? હે ગૌતમ ! જઘન્યથી અઢીસ વર્ષ અને ઉત્કૃષ્ટપણે પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી.”
“હે ભગવંત ! પરિહાવિશુદ્ધિ સયતા કાલથી કેટલે વખત હોય છે ! હે ગૌતમ ! જઘન્યથી ખસે વર્ષમાં કઇક ન્યૂન અને ઉત્કૃષ્ટથી દેશેાન એ પૂર્વક્રાડ વ
પ્ર. ઃ તમારે આ પ્રમાણે જ સામાયિક વગેરે ચારિત્રના પણ કાળ કહેવા જોઇએ. શા માટે તમે તે સામાયિક વગેરેને છેડો આ બે ચારિત્રના જ કાળ કહ્યો?
ઉ. : સાચી વાત છે. પરંતુ સામાયિક અને યથાખ્યાત ચારિત્ર તેા મહાવિદેઢુ ક્ષેત્રમાં હમેશા સકાળે હાય છે અને સૂક્ષ્મસ'પરાય ચારિત્રને જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તના કાળ જાતે જ જાણી લેવા.