SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવિભાગ કાળ ૨૬૩ સમયનું હેય છે. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયેલા અપ્રમત્ત સંયતનું એક સમય પછી મરણ થવાનો સંભવ હોવાથી તેમાં ઉત્પન્ન થાય છે. તે દેવે માં મન ૫ર્ચવજ્ઞાનને અભાવ હોય છે. સામાયિક છેદે પસ્થાપનીય ચારિત્રમાં પણ આટલી જ સ્થિતિન્યૂનપૂર્વક્રોડ વર્ષ બંનેની છે. જઘન્યથી આ બંને ચારિત્રની સ્થિતિ એક સમયની જ જાણવી. તે પછી મરીને દેવેમાં ઉત્પન્ન થવા સંભવ છે માટે પરિહાર વિશુદ્ધિ ચારિત્રને પણ જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન એટલે ઓગણત્રીસ વર્ષ ઓછા પૂર્વક્રોડ વર્ષને કાળ છે કહ્યું છે કે, “હે ભગવંત! પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધમાં કાળથી કેટલે વખત હેય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કટથી ઓગણત્રીસ વર્ષ જૂના પૂર્વ કેડ વર્ષ. અહીં જઘન્યકાળ આગળ જણાવેલ મરણની અપેક્ષાએ જાણવું અને ઉત્કૃષ્ટકાળની વિચારણા આ પ્રમાણે છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર જઘન્યથી પણ દ્રષ્ટિવાદમાં કહેલ નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુનો જે અભ્યાસી હેય તે જ સ્વીકારી શકે છે. તેથી પૂર્વ કેડ વર્ષના આયુવાળાએ નવવર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકાર્યું હોય તેને વીસ વર્ષ પર્યાય થાય ત્યારે દ્રષ્ટિવાદની અનુજ્ઞા થાય છે. આટલા દીક્ષા પર્યાય પહેલા દ્રષ્ટિવાદની અનુરાને સિદ્ધાંતમાં નિષેધું છે તે પછી એ પરિહાર વિશુદ્ધિ શાસ્ત્રને સ્વીકારે છે તે અઢાર મહિના અવિચ્છિન્ન પણે અને તેના પરિણામ વડે આજન્મ પણ પાલન કરે તે કંઈક ન્યૂત એટલે ઓગણત્રીસ વર્ષ ઓછા પૂર્વ કેડવર્ષ સુધી તેને ઉત્કૃષ્ટથી કાળ થાય છે. સૂમ સંપરાય ચારિત્રને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કાળની સ્થિતિ છે. યથાખ્યાત ચારિત્રને તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વોડ વર્ષને સ્થિતિ કાળ છે. એ પ્રમાણે આગળ પણ એને નિર્ણય કર્યો છે. માટે અહિં એ ફરીથી કહેતા નથી કેવળ જ્ઞાનની સાદિ અનંતકાળની સ્થિતિ પ્રસિદ્ધ છે. અહીં જ્ઞાનિિતકાળ કહેવાને પ્રસ્તાવ હોવા છતાં પણ કો નથી.(૨૩૨) હવે વિભંગરાન વગેરે ગુણેને સ્થિતિકાળ કહે છે. विभंगस्स भवढिइ चक्खुस्सुदहीण बे सहस्साई । साई अपजवसिओ सपज्जवसिओ तिथ अचक्खु ॥२३३॥ ગાથાર્થ : વિર્ભાગજ્ઞાનને કાળ ભવાયુષ્ય પ્રમાણ છે ચક્ષુદર્શનને બે હજાર સાગરેપમ પ્રમાણ, અને અચક્ષુદર્શન અનાદિ અપર્યવસિત તથા સાદિ તથા અનાદિ સપર્યવસિત કાળ પ્રમાણ સ્થિતિ છે. (૨૩૩) ટીકાથઃ જ્ઞાનને સ્થિતિકાળ આગળની ગાથામાં કહ્યું છે. હવે જ્ઞાનના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનને સ્થિતિકાળ કહે છે તે અજ્ઞાન મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભુંગાન
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy