________________
અવિભાગ કાળ
અવસ્થામાં સમાન રૂપે છે. મનુષ્યના સમ્યફસ્થિતિકાળમાં પૂર્વ ભવના સમ્યક્ત્વ
લાભ કાળ વડે ભવસ્થિતિકાળમાં સાધિતા થાય છે. તેને કેણ નિવારણ કરે છે? ઉં : સાચી વાત છે. તેનું કેઈ નિવારણ નથી કરતું, પણ ફક્ત અલ્પકાળ હોવાથી
સૂત્રકારે તે કાળને ગણત્રીમાં લીધે નથી. બાકી ઉપલક્ષણથી વિચારતા જાતે જ અહિં ભવસ્થિતિકાળને સાધિક રૂપે જાણું લે. મિથ્યાત્વ અને સમકિતના જઘન્ય કાળને અહીં આગળ કહ્યા પ્રમાણે જાતે જાણી લે. આ પ્રમાણે મનુષ્યગતિમાં મિષાત્ય અને સમ્યક્ત્વને સ્થિતિકાળ કહ્યો,
તિર્યંચગતિમાં પણ એ કાળ સામાન્યથી કહ્યો. પરંતુ એ કેન્દ્રિય વગેરેના ભેદથી નથી કહ્યો. આથી એકેદ્રિય વગેરેને કાળ અતિ સંક્ષેપમાં કહે છે. એકેન્દ્રિય વગેરે આ શબ્દથી બેઈદ્રિય વગેરે લેવા એકેન્દ્રિય વગેરેમાં આગળ કહ્યા પ્રમાણે મિથ્યાત્વ વગેરે ગુણઠાણાની જે રિથતિ ઘટતી હોય તે સ્થિતિ જાતે જ જાણું લેવી. અહીં સ્પષ્ટ રૂપે કહેતા નથી કેમ કે ગ્રંથ વિસ્તારને ભય છે અને તેવા પ્રકારને ઉપયોગ નથી.(૨૨૭) ( આ પ્રમાણે વિશેષ વિચારણામાં પણ મિથ્યાત્વ અને સમકિત ગુણઠાણાને ચારગતિમાન કાળ કહ્યો. હવે મનુષ્યગતિમાં જ સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણને કાળ એક જીવઆશ્રયી અને અનેક જીવ આશ્રયી કહે છે.
सासायणमिस्साणं नाणाजीवे पडुच्च मणुएसु ।
अंतोमुत्तमुक्कोसं कालमवरं जहु दिटं ॥२२८॥ માથાર્થ ઃ મનુષ્યોમાં સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણાનો અનેક છવાશ્રયી કાળ ઉત્કૃષ્ટથી
અંતમુહૂત અને જઘન્યથી આગળ કહ્યા પ્રમાણે જાણ. (૨૨૮) ટીકાર્થ : સાસ્વાદન સમ્યગદ્વષ્ટિ અને સભ્ય મિથ્યાદ્રષ્ટિ મનુષ્યને અનેક છવાશ્રયી ઉત્કૃષ્ટ કાળ પ્રતિપાદન કરતા અંતમુહૂર્ત કાળ હોય છે તે આ પ્રમાણે :સાસ્વાદનીઓ અને મિશ્રદ્રટિએ મનુષ્યમાં અનેક જીવાશ્રયીને સતત હોય તે ઉત્કૃષ્ટથી બને અંતર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે. વધુ હોતા નથી પછી અવશ્યમેવ અંતર પડે છે. પ્ર. : જે અનેક જીવ આશ્રયી આ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે પછી જઘન્ય અને સ્થિતિનું
કેટલું પ્રમાણ છે? તથા એક જીવ આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું શું
પ્રમાણ છે? તે પણ કહે ઉ. : અપર એટલે કહ્યા સિવાય બાકી રહેલે, અનેક જીવઆશ્રયી જઘન્ય સ્થિતિનું પ્રમાણ
એકજ જીવઆશ્રયી અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે આગળ કહ્યું છે તે પ્રમાણે જાણવું એટલે જે પ્રમાણે ચારગતિ આશ્રયી સામાન્યથી ઓધિક વિચારમાં સાસ્વાદન