________________
શકે
૨૩૧
સાસ્વાદની તિર્યંચ અને મનુષ્ય ઈષત્ પ્રાગભાર પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થાય ત્યારે સાત રજજુને સ્પર્શે છે અહીં મરેલા સાસ્વાદની કંઈક શુભ પરિણમી હોવાથી ઉપર જ જાય છે નીચે જતા નથી. આથી જ સત ને ઉપન્યાસ કર્યો છે જે નીચે પણ જાય તે તેર રજજુની સ્પર્શના કહી હતી. જે સાસ્વાદની નારક છઠ્ઠી નરક પૃથ્વીમાંથી નીકળી અહીં તિયચ મનુષ્ય રૂપે ઉત્પન થાય છે તે પણ ભવાંતરમાં વચ્ચે આગળના ભવના આયુષ્યને ઉદય હોવા છતાં પણ આગળના ભવનું શરીર ન મળ્યું હોવાથી નારક રૂપે જ ગણ્યા છે. નહીં તે સાસ્વાદન તિર્યંચમનુષ્યની બાર રજજુની સ્પર્શના થાય.
અવિરત સમ્યક્ત્વી તથા ગૃહસ્થ એટલે દેશવિરત શ્રાવકે અહીં લેવા. તે સમ્યકત્વી તથા દેશવિરતે અહીંથી બંને અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થવા વડે જી રજજુને સ્પર્શી છે. અહીં ગૃહસ્થ લેવા વડે કરી મનુષ્ય જ જાણવા તિર્યો નહીં, કેમકે તેઓ સહસાર સુધી જ ઉત્પન્ન થાય છે. માટે છ રજુની સ્પર્શનને અભાવ છે મિશ્રદ્રષ્ટિ તિર્યચ મનુષ્ય સ્વ અવસ્થામાં મરણને અભાવ હોવાથી પિતાના જન્મસ્થાન રૂપ ક્ષેત્રમાં લેકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે.
આ પ્રમાણે તિર્યની સામાન્ય રૂપે સ્પર્શને કહી છે. હવે તેઓની જ બાદર એકેન્દ્રિય વગેરે ભેદની વિશેષતા પૂર્વક સ્પર્શના કહેવા માટે આ કહે છે. બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય રૂપ વિલેંદ્રિય ઉત્પાદ અને સમુદ્દઘાત અવસ્થામાં સર્વ જગત એટલે સંપૂર્ણ લેકને સ્પર્શે છે. આ અભિપ્રાય આ ગ્રંથને છે જ્યારે પ્રજ્ઞાપનામાં ઉત્પાદ સમદુઘાત અને સ્વસ્થાન વડે લેકના અસંખ્યાતમા ભાગે જ વિકસેંદ્રિયે કહ્યા છે. અને તે જ યુક્તિ સંગત લાગે છે કેમ કે વિકસેંદ્રિયે અલ્પ છે માટે તત્વ તે બહુશ્રુતે જ જાણે (૧૯૮)
ઉપર કહેલ વાતને વિશેષ પ્રકારે કહે છે बायर पज्जतावि य सयला य समुहउववाए ।
सब् फोसंतिजगं अह एवं फोसणाणुगमो ॥१९९॥ ગાથાર્થ : બાહર પર્યાપ્ત સકલેન્દ્રિય અને વિકલેઢિય સમુદઘાત કે ઉપપાત અવસ્થામાં
સર્ણ લોકોને સ્પર્શે છે આ પ્રમાણે સ્પર્શનાનુગામ જાણ. (૧૯૯૯) ટકાર્થ : પૃથ્વોકાય વગેરે બાદર પર્યાપ્ત એકેદ્રિય સકલ સંપૂર્ણ પદ્રિય તિ એ અને બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિય રૂપ વિકસેંદ્રિય સંમુઘાત અવસ્થામાં કે વિગ્રહગતિ રૂપ ઉત્પાત અવસ્થામાં સર્વ લેકને સ્પર્શે છે આ અભિપ્રાય પણ આ જ ગ્રંથને છે. પ્રજ્ઞાપના સૂત્રની અપેક્ષાએ તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય અને તેજસકાય, પંચેઢિયે વિકદિયે, સર્વે અપ હોવાથી ઉત્પાત સમુદ્દઘાત અને સ્વસ્થાન વડે દરેક