________________
વિભાગ–૪થી
-સ્પર્શના દ્વાર
પ્રકરણ-૧
સ્પર્શનીય ક્ષેત્ર
आगासं च अणंतं तस्स य बहुमज्झ देसभागम्मि ।
सुपइदिव्य संठाणो लोगो कहिमो जिणवरेहिं ॥१८३॥ ગાથાર્થ : અંકાશ અનંત છે તેના ઘણું મધ્ય પ્રદેશરૂપ ભાગમાં સુપ્રતિષ્ઠિત સંસ્થાન
વાળે લોક જિનેશ્વરે એ કહેલ છે. (૧૮૩) ટીકર્થ : સામાન્યથી વિચારાતું લોકાલેક રૂપ આકાશ અનંત છે તે અનંત આકાશને ધણે મધ્ય ભાગ રૂપ પ્રદેશ એટલે તે કંઈક વધારે ઓછો હોય તે પણ ઉપચારથી મધ્યભાગ જ કહેવાય છે. આથી તેને નિષેધ કરવા માટે વહુ એટલે અત્યંત નિરૂપચાર જે મધ્યભાગ તે ભાગ સર્વ આકાશના અંશરૂપ બહ મધ્યદેશ ભાગ છે. તેમાં સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાળે પંચાસ્તિકાયના સમુદાયરૂપ લેક જિનેશ્વરએ કહેલ છે. અહીં ઘણ પાઠાંતરો દેખાય છે. તે પાઠાંતરની પણ દેશ શબ્દની જુદા જુદા સ્થાનમાં જોડવા વગેરે દ્વારા ઉપર કહ્યાનુસાર વ્યાખ્યા કરવી. સુપ્રતિષ્ઠિત એટલે વાસણના આધાર રૂપ ત્રણ લાકડાનું બનાવેલ સાધન. વિશેષ (માંચી) જે લેકમાં આખલક તરીકે પ્રસિદ્ધ છે. આખલક એટલે નીચે પડતા વાસણને અટકાવે નિવારે છે. આથી જ સારી રીતે પ્રતિષ્ઠિત છે ભાજન વગેરે જેમાં તે સુપ્રતિષ્ઠિત. સુપ્રતિષ્ઠિતની જેમ જેનું સંસ્થાન એટલે આકાર છે તે – સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાન લેક કહેવાય છે. આ સુપ્રતિષ્ઠિત લેક ઊંધા કરેલ શરાવ વગેરે ભાજનને નીચેનો ભાગ ઉપર છે. કે જેથી આખલનકની જેમ લેક પણ નીચે નીચે ક્રિમપૂર્વક વિસ્તાર પામતે જાય છે, મધ્યભાગ સાંકડ, ઉપર પણ ક્રમપૂર્વક બ્રહ્મદેવલોક સુધી વિસ્તાર પામતે અને તે પછી સિદ્ધશીલા સુધી સાંકડે થતું જાય છે. આ પ્રમાણે તે બ્રહ્મલોક સુધી જ લેક સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાળે થાય છે. સિદ્ધ શિલા સુધી વિચારતા ઉપર નીચા મોઢાવાળા તિલક વગેરે વાસણ સુપ્રતિષ્ઠિત ઉપમાવાળા જ થાય છે, એમ વિચારવું. (૧૮૩)