________________
ગુણસ્થાન અવગાહ ક્ષેત્ર
૨૧ મેરૂપર્વતના મધ્ય ભાગમાં રહેલ શિવા વગેરેમાં વાયુનો સંચાર હેત નથી, તે ભાગ બધે મળી લેકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ છે, આથી તે જ એક ભાગને છોડી બાકીના બીજા અસંખ્યાતા પિલા ભાગમાં બાદર પર્યાપ્તા વાયુકાની હયાતીમાં વિરોધ આવતું નથી. કેમકે યુક્તિયુક્ત છે અને પ્રજ્ઞાપના આગમ વડે સિદ્ધ છે. એક ભવમાંથી બીજા ભવમાં જવાં રૂપ ઉપપાત અને મારણાંતિક વગેરે સમુદ્રઘાત વડે સંપૂર્ણ લેકમાં બાદર પર્યાપ્ત વાયુકા હેય છે. ભવાંતરાલ એટલે વિગ્રહ ગતિમાં રહેલા અને મારણાંતિક સમુદ્દઘાતમાં આગળના ભાવમાં ઉત્પન્ન થવાના સ્થાને પિતાના આત્મ પ્રદેશને દંડ સ્થાપન કરીને સમસ્ત લોકમાં ફેલાય છે. અને પહેલા જે બાદર પર્યાપ્ત વાયુકાને લેકના સંખ્યાત ભાગ પ્રમાણપણે કહ્યા તે સંખ્યાને આશ્રયીને જાણવું. અહીં તે લેકના સંખ્યાત ભાગ પ્રમાણુ પ્રદેશ રાશિ જેટલા છે, એમ આગળ નિર્ણય કરેલો છે તે બાદર પર્યાપ્ત વાયુકાયે પિતાના અવગાહ વડે કેટલાં ક્ષેત્રને રેકે છે એ વિચાર કર્યો છે. માટે કઈપણ જાતને પૂર્વાપરને વિરોધ નથી. (૧૦૦)
આ પ્રમાણે જીવદ્રવ્યનું ક્ષેત્ર કહ્યું હવે અજીવ દ્રવ્યનો વિષય હોવા છતાં પણ, સૂત્રગતિ વિચિત્ર હોવાના કારણે કહેવાતા ક્ષેત્ર દ્વારમાં રહેલ ક્ષેત્રની અને સ્પર્શના દ્વારમાં રહેલ સ્પર્શનાની જે વિશેષતા છે તે બતાવે છે.
सठाणसमुग्धाएणुववाएणं च जे जहिं भावा ।
संपइकाले खेत्तुं फासणा होइ समईए ॥१८१॥ - ગાથાથ:- સંસ્થાન, સમુદ્દઘાત, અને ઉપપાત વડે જે ભાવો જ્યાં હોય છે તે ભાવનું
વર્તમાનકાળ વિષયક ક્ષેત્રે કહેવાય છે. અને ભૂતકાળ વિષયક સ્પર્શના
કહેવાય છે. (૧૮૧) ટીકાર્ય : જે છે જ્યાં ઉત્પન્ન થાય તે તેમનું સ્વસ્થાન કહેવાય છે. જેમ પૃથ્વીકાયનું રત્નપ્રભા પૃથ્વી વગેરે. સમુદ્દઘાત એટલે જેનું સ્વરૂપ કહેવાશે એ મારણાંતિક સમુદુઘાત. ઉપપાત એટલે એક ભવમાંથી બીજા ભવમાં જતા વચ્ચેનો સમય. આ સ્વસ્થાન, સમુદ્દઘાત અને ઉપપત વડે જે પૃથ્વી વગેરે ભાવે જે રત્નપ્રભા વગેરે સ્થાને માં જ્યાં ઉત્પન્ન થાય તે તેઓનું વર્તમાનકાળ વિષયક ક્ષેત્ર જાણવું. અને ભૂતકાળ વિષયક પણ સ્પર્શન થાય છે. તે આ પ્રમાણે - વિગ્રહગતિની અવસ્થામાં પોતાના આત્મપ્રદેશે વડે સમસ્ત લેક રૂપ ક્ષેત્રને સર્વ બાજુથી આક્રાન્ત કરવા રૂપ બાદર અપર્યાપ્ત અકેંદ્રિયનું ક્ષેત્ર પહેલા કહ્યું છે અને સ્પર્શના ભૂતકાળ વિષયક છે તે કહેશે જેમ દેશવિરત વગેરેને આ સ્થાનની અશ્રુત દેવલેક વગેરેમાં ઉત્પન્ન થયેલાને છ રાજલોક વગેરેની સ્પર્શને છે.