SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ જીવસમાસ આધાર છે. તથા બાદર અપર્યાપ્ત પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ રૂપ સર્વે એકેદ્રિયે દરેકને સમુદાયરૂપે વિચારતા સમસ્ત લેકમાં હોય છે. પ્ર. સૂક્ષ્મ એકેદ્રિયને છોડી બાકીના જીવેનું સર્વ લેક વ્યાપિત્વ આગમમાં કયાંય કહ્યું નથી તે પછી શા માટે અહીં બાદર અપર્યાપ્ત એકે દિયે દરેકનું સર્વવર્તિપણું કહે છે? ઉ. : સાચી વાત છે કે સ્વસ્થાન આશ્રયી સૂક્ષ્મ એકેન્દ્રિયો જ સર્વ લેકવ્યાપી હોય છે. ઉત્પાદ અને સમુદ્યાત આશ્રયીને બાદર અપર્યાપ્તા દરેક એકેન્દ્રિય સંપૂર્ણ લોકવ્યાપી છે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“હે ભગવંત! બાદર પૃથ્વીકાય અપર્યાપ્તાના કયાં સ્થાને છે? હે ગૌતમ ! જ્યાં આગળ બાદર પથ્વીકાય પર્યાપ્તાના સ્થાને કહ્યા છે ત્યાં જ બાદર અપર્યાપ્ત પથ્વીકાયના સ્થાન કહ્યા છે. ઉત્પાદ વડે સર્વલોકમાં, સમુદઘાત વડે સર્વલોકમાં અને સ્વથાનવડે લોકના અસંખ્યાતમા ભાગે.” તેમાં ઉત્પાદ એટલે ભવાંતરાલ ગતિ રૂપ છે. તેમાં બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયે વિગ્રહગતિમાં હોવાના કારણે સંપૂર્ણ લોકમાં વ્યાપે છે તથા સમુદ્દઘાત એટલે જેનું સ્વરૂપ કહેવાશે તે મારણતિક સમુદઘાતમાં તેઓ રહ્યા હોય ત્યારે સર્વલોકવ્યાપી થાય છે. સ્વાસ્થાનમાં તે રત્નપ્રભા પથ્વી વગેરે આશ્રયી લોકને અસંખ્યાતકી ભાગે જ હોય છે આમ બાદર અપર્યાપ્ત વાયુકાય અને વનસ્પતિકાય ઉત્પાદ અને સમુદુઘાત વડે બને સર્વક વ્યાપી થાય છે બાદર અપર્યાપ્તા અગ્નિકા તે સમુદ્દઘાત વડે જ સર્વક વ્યાપી થાય છે. વધુ વિસ્તારથી સયું. આ વિષયના અર્થીઓએ પ્રજ્ઞાપના સૂત્ર જેવું. આ પ્રમાણે બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયેના ઉત્પાદું અને સમુઘાતને આશ્રયી અહીં સર્વક વ્યાપિન્દ કહ્યું છે. એમ માનવું. ઉપર કહ્યા સિવાયના બાકી રહેલ મિથ્યાદષ્ટિએ બાદર પૃથ્વીકાય વગેરે એટલે બાઇર પર્યાપ્ત વાયુ અને વનસ્પતિ છેડી સર્વે ઉત્પાદું અને સમુદુઘાતને આશ્રયીને પણ લેકના અસંખ્યામા ભાગે છે. બાદર પર્યાપ્ત વનસ્પતિઓ તે બાદર પર્યાપ્ત પૃથ્વી વગેરેની જેમ જાણવા. તે પછી બાદર પર્યાપ્ત વાયુકાયની શી હકીકત છે ? पज्जत बायराणिल सट्ठाणे लोगऽसंखभागेसु । उववाय समुग्धारण सव्वलोगम्मि होजण्हु ॥१८०॥ ગાથાર્થ – બાદર પર્યાપ્ત વાયુકા સ્વસ્થને લેકના અસંખ્યાત ભાગમાં હોય છે. ઉપપાત સમુદ્દઘાત આશચી સવલકમાં હોય છે. (૧૮૦ ટીકાર્ય : બાદર પર્યાપ્ત વાયુકાયે ઘનવાત તનુવાત વગેરે પિતાના સ્થાનાશ્રયી લેકના અસંખ્યાતમ ભાગમાં હોય છે. લેકના એકજ અસંખ્યાતમા ભાગે આ છે નથી હતા પણ બાકીના લેકના અસંખ્યાતા ભાગમાં હોય છે. લેકના જેટલા પિલાં ભાગ હોય તે સર્વમાં વાયુને સંચાર હોય છે. જે ભાગ પિલાણ રહિત ઘન હેય જેમકે
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy