________________
છદ્રવ્ય પ્રમાણ
૨૦૧
ઉ. : બરાબર છે. પરંતુ જ્યારે સામાન્ય કાળરૂપ એકદ્રવ્યની વિવક્ષા કરાય છે, ત્યારે તે
અપેક્ષાએ દ્રવ્યરૂપે કહેલ ભૂતભવિષ્યના સમયે પણ પ્રદેશ તરીકે ગ્રહણ કરાય છે. જુદાજુદા નિમિત્તોની અપેક્ષાએ એકજ પદાર્થમાં દ્રવ્યત્વ કે પ્રદેશવને વિરોધ હેતે નથી. કારણકે પદાર્થ અનંત ધર્માત્મક છે. અથવા જે સમયે દ્રવ્યરૂપે કહ્યા છે તે તે દરેક સમયના અનંતાનંત ભેદે પડે છે. તે આ પ્રમાણે અનંતાનંત એકેન્દ્રિ વગેરે જેવદ્રવ્ય, અનંતાનંત પરમાણુ કવ્યાક વગેરે, પુદ્ગલ દ્રવ્ય એઓ પણ ક્ષેત્રાવગાહના ભેદથી, એકસમય સ્થિતિ વગેરે કાળના ભેદથી, એક ગુણ કાળું પણું વગેરે ભાવભેદથી અનંતાભે, આ બધા ભેદો સાથે એક એક સમય દ્રવ્યને સંબંધ છે. તે સંબંધથી દરેક સમયના અનંતાનંત ભેદો સ્વીકારાય છે. આ પ્રમાણે હેવાથી અતિત વગેરે સમયે સામાન્યથી દ્રવ્ય છે. પણ જીવ વગેરે દ્રવ્યના સંબંધભેદથી પ્રદેશ છે. એ પ્રમાણે અદ્ધા સમયે પણ દ્રવ્ય કે પ્રદેશભાવ અમે જાણીએ છીએ. આગમમાં તે પુદ્ગલ કે ની જેમ અદ્ધા સમયેના પિંડરૂપને અભાવ હોવાથી પ્રદેશત્વરૂપ સ્વીકાર્યું નથી. તત્ત્વો બહુશ્રુતે જ જાણે છે. (૧૬૭) આ પ્રમાણે વિસ્તારપૂર્વક જીવાજીવ દ્રવ્ય પ્રમાણ કહ્યું. તે કહેવાથી “તાથgવાયા?
ગાથામાં કહેલ બીજું પ્રમાણુદ્વાર સમાપ્ત થયું
–બીજે વિભાગ સમાપ્ત