SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ છ માસ ટીકાર્ય : આ પ્રમાણે આગળ કહેલ રીત પ્રમાણે જે જે ભાવે એટલે જઘન્ય સ્થિતિ, નારક, તિર્યંચ, મનુ, દેવે, પ્રથમ સમય ઉત્પન્ન સિદ્ધ વગેરે ભાવે છે જેની અવસ્થા વિશેષરૂપ નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધગતિરૂપ પાંચે ગતિમાં જ્યાં જ્યાં જે ભાવે થયા હોય તે તે ભાવને સ્વબુદ્ધિપૂર્વક વિચારી સિદ્ધાંતાનુસારે અને અહીં કહ્યાનુસારે નહીં કહેલા ભાવનું દ્રવ્યપ્રમાણ, બુદ્ધિવડે શોભતા ધીરપુરૂએ સંવેદન પંથમાં લાવવું. (૧૬) આ પ્રમાણે છેવદ્રવ્યપ્રમાણ પૂર્ણ થયું હવે અવદ્રવ્ય પ્રમાણ કહે છે. तिन्नि खलु एक्कयाई अध्धासमया व पोग्गलऽणंता । दुन्नि असंखज्ज. पएसियाणि सेसा भवेऽणंता ॥१६७॥ ગાથાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી એક છે. જ્યારે અદ્ધા સમયરૂપ કાળ અને પુદગલાસ્તિકાય દ્રવ્યથી અનંત છે. પ્રદેશથી ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય એ બે અસંખ્યાતા છે. બાકીના ત્રણ અનંતા છે, (૧૬૭) ટીકાથે પૂર્વમાં કહેલ સ્વરૂપવાળા અજીતદ્રવ્ય (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) કાળ એમ પાંચ દ્રવ્યું છે. અહીં એમનું દ્રવ્યથી અને પ્રદેશથી એમ પ્રમાણ વિચારાય છે. તેમાં ધર્માધમકાશાસ્તિકાય રૂપ ત્રણ અજીવ દ્રવ્યથી વિચારતા દરેક એક એક દ્રવ્યજ છે. કાળ એટલે સમયે અને પરમાણુ અને દ્વવ્યાણુક વગેરે સ્કંધ રૂપ જે પુદ્ગલે છે, તે દ્રવ્યથી નિરૂપણ કરતા દરેક અનંતા દ્રવ્ય છે. અદ્ધા સમય દ્રવ્યોનું આનન્ય, ભૂત ભવિષ્યકાળના સમયનું કથંચિત સત્વપણાથી જાણવુ. હવે આ પાંચ અજીદ્રવ્યનું પ્રદેશથી પ્રમાણ વિચારાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયરૂપ બે અજીવ દ્રવ્યો દરેક અસંખ્યાતા પ્રદેશ રૂ૫ છે. પણ અનંતા પ્રદેશરૂપ નથી કારણકે ફક્તકાકાશમાંજ રહેલા છે. અને કાકાશ અસંખ્ય પ્રદેશ રૂપ જ છે. બાકીના આકાશસ્તિકાયા પુદગલાસ્તિકાય, અદ્ધાસમયરૂપ ત્રણે દ્રવ્ય દરેક અનંત પ્રદેશરૂપ છે. પ્ર. ? અલકાકાશ અનંત હેવાથી અનંત પ્રદેશવ રૂપ હોવું તેનું યુક્ત છે. પુદ્ગલા સ્તિકાયના પણ દ્વવ્યાક, વ્યણુક, ચતુરણુક વગેરેથી અનંતાનંત આક સુધીના અનંતાન્કંધ રૂપ હોવાથી, અને દરેક સ્કંધમાં અનેક પ્રદેશને સંભવ હોવાથી, તથા ફક્ત પરમાણુઓ ત્યાં અનંતા હોવાથી, તેનું પ્રદેશાત્મકપણુ યુક્તિ સંગત છે. પણ અઢા સમયે તે સર્વે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સમયને દ્રવ્યરૂપે હમણ જ કહ્યા છે. તેમાં ક્યા પ્રદેશ છે? કે જેનાથી અનંતપ્રદેશરૂપ તે કાળને કહે છે ?
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy