________________
દિવ્યજીવસમાસ
૧૯૩ આ પ્રમાણે ચારે ગતિના પંચેન્દ્રિયોનું પ્રમાણ કહ્યું હવે તિર્યંચગતિમાં પૂર્વમાં ન કહેલ બાદરપર્યાપ્ત પૃથ્વીકાય તથા અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનું પ્રમાણ કહે છે.
बायर पुढवी आऊ पत्तेय वणस्सई य पन्जता । ते य पयर भवहरिजंसु अंगुलासंख भागेणं ॥१५९॥
ગાથાર્થ : પર્યાપ્ત બાદર પૃથ્વીકાય તથા અપકાય અને વનસ્પતિકાય એ ત્રણે
રાશિઓ પ્રતરને અપહાર કરવા માંડે તો અંગુલના અસંખ્યાતમાં
ભાગ પ્રમાણ ખતરને અપહેરે છે. (૧૫૯) ટીકાર્થ: બાદર પર્યાપ્ત પથ્વીકાય, બાદર પર્યાપ્ત અપૂકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણેય રાશિઓ દરેક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પ્રતરને અપહાર કરે છે. આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છેઃ બાદર પર્યાપ્ત પથ્વીકાયે સર્વ મળીને એક સમયમાં દરેક એક એક પ્રતર પ્રદેશને અપરીને અસકલ્પનાએ બી 1 સ્થાને મૂકે, ફરી બીજા સમયે પણ દરેક એક એક પ્રતર પ્રદેશને અપહરીને બીજા સ્થાને મૂકે એ પ્રમાણે ત્રિજા સમયમાં, ચોથા સમયમાં યાવત્ અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપે આકાશપ્રદેશ રૂપ શ્રેણખંડમાં જેટલા પ્રદેશ હોય છે તેટલા સમયે વડે તેઓ સમસ્ત પ્રતરને અપહાર કરે છે.
' અથવા અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશની શ્રેણીખંડમાં જેટલા પ્રદેશો છે તેના વડે, સંપૂર્ણ પ્રતરના પ્રદેશની રાશિને ભાગ કરીએ તે જે પ્રતર પ્રદેશખંડ ભાગાકાર રૂપે આવ્યા હોય તેમાં જેટલા પ્રદેશ છે તેટલા સર્વ પ્રદેશ પ્રમાણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયે થાય છે.
અથવા સમસ્ત બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિકે દરેકને જે અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ પ્રતર પ્રદેશખંડ આપીએ ત્યારે એકી સાથે એક જ સમયમાં તેઓ સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. આ ત્રણે વિકલ્પને તાત્પર્યાથે એક જ છે, જેમ બાદરપર્યાપ્ત પૃથ્વીકાયને આ પમાણ વિચાર કર્યો તેમ બાદર પર્યાપ્ત અપકાયની અને બાદર પર્યાપ્ત વનસ્પતિ કાયની પણ આ પ્રમાણે ભાવના કરવી. કારણકે સમાન પ્રમાણ રૂપે ગાથામાં જણાવ્યું છે. આ પ્રમાણે સમાન પ્રમાણને નિર્દેશ હોવા છતાં પણ અંગુલના અસંખ્યાત ભાગના અસંખ્યાતા ભેદ હેવાથી પિતપોતાના સ્થાને એમનું પરસ્પરનું અલ્પબદુત્વ જોઈ લેવું. તે આ પ્રમાણે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયે અસંખ્યાતગુણ છે. (૧૫૯) છે. ૨૫