________________
છવદ્રવ્ય પ્રમાણુ
૧૭૭ ટીકાર્યું : “મિથ્યાબિટઓ” એમ પૂર્વગાથામાંથી આવે છે. સામાન્યથી એકેન્દ્રિય વગેરે મિશ્રાદષ્ટિ તિર્યંચે અનંતા છે વિશેષ વિચાર કરતા સામાન્યથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ મિથ્યાદષ્ટિ પંચેંદ્રિય તિર્યંચે સંવર્તિત કરેલ ઘનરૂપ અસંખ્ય પ્રતરાત્મક લેકના સાતરાજ લાંબા પહેળા, એક પ્રદેશ માત્ર જાડાઈવાળા અસંખ્ય પ્રદેશ પ્રમાણુ પ્રારને અપહાર, એકબીજા પર ગોઠવેલ ઘણ માંડાઓમાંથી જેમ એક માંડે ખેંચવામાં આવે તેમ અપહાર કરવો, આ અપહાર કેટલા કાળે થાય તે કહે છે. દેવને અપહાર કાળથી અસંખ્ય ગુણ હીન કાળે થાય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. આ પંચેંદ્રિય તિર્યંચો ક્ષેત્રથી સામાન્ય રૂપે ઉપર કહેલ પ્રતોના અસંખેય ભાગમાં અસંખ્ય કડાકડી એજનમાં રહેલ આકાશ પ્રદેશની શ્રેણીમાં જેટલા પ્રદેશે છે તેટલા પ્રમાણમાં કહ્યા છે.
કાળથી અસંખ્ય ઉત્સર્પિણી સમય પ્રમાણ છે. કહ્યું છે કે – હે ભગવંત! પંચેન્દ્રિય તિર્યચે કેટલા કહેલા છે? ગૌતમ! કાલથી અસંખ્યાત એટલે અસંખ્યાત ઉત્સર્પિણી અવસપણીને અપહાર કરાય છે ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ અત્તરને અસંખ્યાતમે ભાગ પ્રમાણ તે શ્રેણીઓ અસંખ્યાત જન કે કેડી પ્રમાણ વિષંભ સૂચી પ્રમાણ જાણવી વગેરે આથી પ્રતરના અસંખ્યાત ભાગ વર્તી અસંખ્યાત કેડીકેડી જન આકાશશ્રેણીમાં રહેલ પ્રદેશના જથ્થા બરાબર સામાન્યથી પચેન્દ્રિય તિર્યંચ જીવે છે. એ સર્વે દરેક સમયે દરેક પ્રદેશને એક એક ગ્રહણ કરે તે દેને અપહાર કાળથી અસંખ્યગુણ હીન કાળે સર્વ પ્રતર અપહરાઈ જાય.
સર્વ દેવે પણ પંચેન્દ્રિય તિર્યથી અસંખ્યગુણ હીન છે. પંચેન્દ્રિય તિર્યંચે તે . તેઓથી અસંખ્યગુણા છે એમ પ્રજ્ઞાપના મહાદંડકમાં કહ્યું છે. તેથી સર્વ દેવે પણ
દરેક પ્રદેશને એકેક ગ્રહણ કરતા પંચેન્દ્રિય તિર્યથી અસંખ્યગુણ હીનપણથી અલ્પ છે. પંચેન્દ્રિય તિર્યંચ અપહાર કાળથી અસંખ્ય કાળે સર્વ પ્રતરને અપહરે છે પંચેન્દ્રિય તિર્ય દેવેથી અસંખ્યગુણ વડે વધુ છે. સામર્થ્યથી દેવના અપહાર કાળથી જ અસંખ્યાતગુણ હન કાળ યુક્ત છેડાજ કાળમાં સર્વ પ્રત્તરને આ પ્રમાણે અપહરણ કરે છે. અંગુલ ના અસંખ્યાત્મા ભાગરૂપ દરેક પ્રત્તરખંડને જે સર્વ પંચેન્દ્રિય તિર્ય ગ્રહણ કરે તે એકીસાથે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. એમ જાણવું.
હવે શૈકિપલબ્ધિધારી મિથ્યાદ્રષ્ટિ તિનું પ્રમાણ કહે છે. पढमंगुलमूलस्सासंखतमो सूइसेढिआयामो । उत्तरविउब्बियाणं पज्जतयसन्नितिरियाणं ॥१५१॥