SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જીવસમાસ કે મિશ્ર ગુણઠાણામાં નથી હોતા. એટલે અવિરતિ સમ્યગૃષ્ટિથી અગી સુધીના સર્વ સમ્યગદષ્ટિએ યથા સંભવ આ ત્રણે સમકિતમાં હોય છે. નીચેના ત્રણ ગુણઠાણ અસમ્યગદષ્ટિ હોવાથી આ ત્રણ સમકિતમાંથી એકપણ સમકિત હેતું નથી. અવિરત સમ્યક્ત્વ વગેરે ઉપર સર્વ ગુણઠાણમાં આ ત્રણે સમકિતો એક સાથે હતા નથી પરંતુ કોઈ ને કઈક ગુણઠાણ સુધી હોય છે. ગાથામાં કહેવાયેલ અત્ત શબ્દ ઉપશાંત વગેરે સર્વને જોડે. પથમિક સમ્યક્ત્વ અવિરતસમ્યગદષ્ટિ રૂ૫ ચોથા ગુણઠાણાથી લઈ ઉપશાંત મેહરૂપ અગિયારમા ગુણઠાણા સુધી હોય છે. તેનાથી આગળ ક્ષીણમોહપણ હેવાથી ક્ષાયક સમ્યકત્વ જ સંભવે છે. ' ક્ષાપશમિક સમ્યક્ત્વ અવિરતસમ્યકત્વ, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણઠાણ સુધી હોય છે. તેનાથી આગળ નથી હોતું, કારણકે અપૂર્વકરણ વગેરેમાં દર્શનમનીય ક્ષય કે ઉપશમ થતું હોવાથી ક્ષાયિક કે ઔપશમિક જ સમક્તિ હોય છે. પણ ક્ષયે પશમ નથી હોતું. ક્ષાયિક સમક્તિ અવિરત સમ્યકત્વથી લઈ અગિ સુધીના સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. સિધ્ધાવસ્થામાં પણ તેને નાશ થતું નથી. ઉપર કહ્યા પ્રમાણે ક્રમપૂર્વક આ ટીકાને વિચાર કરવા પણ સામૂહિક પરમાર્થ આ પ્રમાણે છે. અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત સુધી આ ત્રણે સમકિત હોય છે. અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસપરાય, સૂમસં૫રાય ઉપશાંતમૂહ સુધી, ક્ષાયિક સમ્યગદ્દષ્ટિ અથવા પથમિક સમ્યગદષ્ટિ હોય છે, પણ ક્ષાપશમિક હતા નથી. ક્ષીણમેહ, સગી-અગી કેવલી અને સિધ્ધ ક્ષાયિક સમ્યગૃષ્ટિ જ હોય છે. (૭૯) હવે આ ત્રણે સમ્યફને પ્રસંગનુસારે વમાનિક વગેરે માં વિચારે છે. वेमाणिया य मणुया रयणाए असंखवासतिरिया य । तिविहा सम्म दिटठी वेयग ऊवसामगा सेसा ॥८॥ ગાથા-વૈમાનિકરે, મનુષ્ય, પનપ્રભા નાકે, અસંખ્ય વર્ષવાળા તિર્થ" ત્રણે પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. બાકીના વેદક અને ઓપશમિક સમકિતવાળા હોય છે. (૮૦) ટીકાથં–વૈમાનિકદેવ, મનુષ્ય, રત્નપ્રભાનારકે, અસંખ્યવર્ણવાળા તિર્થશે ત્રણે પ્રકારના સમ્યકત્વવાળા હોય છે એટલે ત્રણેમાંથી કઈ પણ સમ્યકત્વ તેમને સંભવે છે તે આ પ્રમાણે–વૈમાનિકોમાં અનાદિ મિથ્યાટિ દેવ પ્રથમ સમ્યકત્વ પામે છે ત્યારે અંતકરણ કાળે તેને પ્રથમ અંતમુહુર્ત માત્ર ઔપથમિક સમ્યકત્વ થાય છે તે તેને કેવી - રીતે, કેવા સ્વરૂપે થાય છે વગેરે આ જ ગ્રંથમાં સાસ્વાદન ગુણસ્થાનકના વિચાર વખતે કહી ગયા છીએ.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy