________________
પ્રકરણ-૧૩
સમ્યફ દ્વાર ભવ્યાભવ્ય દ્વાર કહ્યું. હવે સમ્યક્ત્વ દ્વારા કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રસંગ પામી શિષ્યના ઉપકાર માટે સમ્યક્ત્વ પ્રાપ્તિમાં વિઘાતક જે કર્યો છે તેનું સ્વરૂપ જણાવે છે.
मइसुयनाणावरणं दंसणमोहं च तदुवघाईणि ।
तप्फड्डगाई दुविहाई सव्वदेसोवघाईणि ॥७६॥ ગાથાર્થ મતિ અને શ્રુત જ્ઞાનાવરણ તથા દર્શન મેહનીય સમ્યકત્વના ઉપઘાતક છે અને
તેના સ્પર્ધકે સર્વજ્ઞાતિ અને દેશવાતિ એમ બે પ્રકારે છે. (૭૬) ટીકાW - પ્રસંગનુસાર આવેલ ત૬ શબ્દથી અહિં મનમાં (આત્મામાં) પરિવર્તન સમ્યક્ત્વને વિચાર કરે. જે શુભાત્મ પરિણામ વિશેષથી છવાછવાદિ પદાર્થની શ્રદ્ધામાં સારી રીતે પ્રવર્તે તે સમ્યક્ત્વ, યથાવસ્થિત સકળ પદાર્થ વિષયક શ્રદ્ધાને જીવના શુભ પરિણામ વિશેષ તે સમ્યક્ત્વ, તેને હણવાને સ્વભાવ છે જેમને તે તદુપઘાતિ કર્મો જાણવા. તે કર્મો મતિ શ્રુત જ્ઞાનનું આવરણ કરનારા જે મતિજ્ઞાનાવરણ તેમજ શ્રુતજ્ઞાનાવરણ કર્મો, તથા જે હોવાથી પદાર્થ સારી રીતે જાણી જોઈ શકાય તે દર્શન, એટલે સમ્યકત્વ કહેવાય છે. તેને મોહ પમાડે એટલે ઢાંકી દે તે દર્શન મહ. તે સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વપુંજ રૂપ છે. તે આ મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ, દર્શન મેહનીય રૂ૫ કર્મ સમ્યક્ત્વના ઉપઘાતક જાણવા, પ્ર.- અતિશતાજ્ઞાનાવરણ એ છે કે મતિકૃત જ્ઞાનને રોકે છે તે અહિં કેવી રીતે સમ્યક્ત્વના
ઉપઘાતક થાય છે? કારણ કે દર્શનમેહનીય જ તેને ઉપઘાતક છે. ઉ- સાચી વાત છે, પણ જીવ જ્યારે સમ્યફત્વ પામે છે ત્યારે જ તે વખતે જ મતિ
શ્રુતજ્ઞાન પણ અવશ્ય પામે છે, જ્યારે સમ્યક્ત્વ જાય છે ત્યારે મતિશ્રતજ્ઞાન પણ અવશ્ય જાય છે તેથી જ સમ્યકત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ત્રણે સહચારી હોવાથી આ પ્રમાણે મનાય છે. આ બધામાંથી જે એકને ઘાતક છે તે સ્થૂલ વ્યવહાર નય વડે બીજાને પણ ઘાતક તરીકે કહેવાય છે. છતાં પણ કોઈ પણ જાતની હાની નથી. કારણ કે અન્વય વ્યતિરેક વડે સર્વ જગ્યાએ સમાનતા રહી છે. વાસ્તવિક રીતે સમ્યકત્વના ઉપઘાતક તરીકે તે દર્શન મેહનીય જ છે. વધુ વિસ્તારથી સર્યું. તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, દર્શન મેહનીયરૂપ કર્મ પરમાણુ સ્કંધના રસના જથ્થા રૂપ સ્પર્ધકો છે તે બે પ્રકારના છે, સર્વઘાતી અને દેશઘાતી. જે પિતાના આવાર્યજ્ઞાન વગેરે ગુણને સર્વપણે હણવાના સ્વભાવવાળા હોય છે તે સર્વઘાતી, અને જે પિતાના આવાર્ય જ્ઞાન વગેરે ગુણને ફેશથી હણવાના સ્વભાવવાળા હોય તે દેશઘાતી