________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
-- સ્થિતિ માં प्रमाणत्रिभागहीनावगाहात्मकत्वादसर्वव्यापिता, परमाण्वादिभिस्तुल्या।
अनादिकर्मसन्तानबद्धत्वमिति अविद्यमानादिकर्मसन्तत्या वेष्टितः संसारी संसृतौ पर्यटतीति, न मुक्त इति यथासम्भवमेतद् योज्यम्। कार्मणशरीरमप्यनादिकर्मसन्तानबद्धमिति सामान्यः चेतनाचेतनयोर्धर्मः।
प्रदेशवत्त्वं तु लोकाकाशप्रदेशपरिमाणप्रदेश एक आत्मा भवति, धर्मादिद्रव्यसामान्यमेतत् । अरूपत्वमिति रूप-रस-गन्ध-स्पर्शविरहितत्वमात्मनः, तच्चाकाशादिभिस्तुल्यम्।
नित्यत्वमिति तद्भावाव्ययं नित्यम्' (अ. ५, सू. ३०) इति वक्ष्यते, नित्यश्च ततो ज्ञानादिसद्भावादयमात्मा, तुल्यं चैतदाकाशादिभिः। एवमेते दश धर्माः साधारणा भाष्यकृतोपदर्शिता आदिशब्दाक्षिप्ताः। पुनरप्यादिग्रहणं कुर्वन् ज्ञापयत्यत्रानन्तधर्मकमेकं वस्तु तत्राशक्याः प्रस्तारयितुं सर्वे
- હેમગિરા - સંસારી આત્માનો અસર્વગતત્વ ધર્મ છે. એ જ રીતે મુક્તાત્માની પણ અસર્વવ્યાપિતા છે કેમકે તેઓ ચારે બાજુથી પરિમિત અવગાહનાવાળા હોય છે અર્થાત્ (અંતિમ ભાવ સંબંધી) પોતાના શરીરના પ્રમાણથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહનાવાળા હોય છે. પરમાણુ આદિમાં પણ આ અસર્વવ્યાપિતા = અસર્વગતત્વ તુલ્ય છે.
અનાદિકર્મસંતાનબદ્ધત્વ - અવિદ્યમાન છે આદિ જેની અર્થાતુ અનાદિ એવી કર્મસંતતિથી વીંટળાયેલ સંસારી આત્મા સંસારમાં પર્યટન કરે છે, પણ મુક્તાત્મા નથી કરતો. એ રીતે આ (અનાદિકર્મસંતાનબદ્ધત્વ) ભાવ યથાસંભવ જોડવા યોગ્ય છે. (સંસારી જીવ સાથે સતતપણે રહેનાર) અજીવ એવું કામણ શરીર પણ અનાદિકર્મસંતાનથી બંધાયેલું છે, તેથી ચેતન અને અચેતન ઉભયની અંદર આ અનાદિકર્મસંતાનબદ્ધત્વ સામાન્ય ધર્મ છે.
પ્રદેશવવ4 લોકાકાશના જેટલા પ્રદેશો છે, તેટલા પ્રમાણ પ્રદેશવાળો (= અસંખ્યાત પ્રદેશવાળો) એક આત્મા હોય છે માટે આત્મામાં પ્રદેશવત્વ ધર્મ ચોક્કસ છે જ, તેમજ આ (પ્રદેશવત્ત્વધર્મ) ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ સમાનપણે હોય છે.
અરૂષત્વ આત્માનું રૂપ, રસ, ગંધ, સ્પર્શથી રહિતપણું તે અરૂપત્ય ધર્મ છે અને તે (અરૂપત્ન) આકાશાદિમાં તુલ્ય છે. -- -
નિત્યત્વ - જે પોતાના સત્સ્વરૂપથી ન ફરે તે નિત્ય કહેવાય એમ ‘તમાવાવ્યર્થ નિત્ય (૫/૩૦ સૂત્રોમાં કહેવાશે અને આવી વ્યાખ્યાને આશ્રયી તે આ આત્મા નિત્ય છે. કેમકે તેમાં જ્ઞાન વગેરે સસ્વરૂપ (હંમેશાં) વિદ્યમાન હોય છે અને આ નિત્યત્વધર્મ આકાશાદિ બધા દ્રવ્યોમાં તુલ્ય છે. આ પ્રમાણે ભાષ્યકારશ્રી દ્વારા દર્શાવેલા આ સાધારણ ૧૦ ધર્મો સૂત્રમાં ‘મા’ શબ્દથી ગ્રહણ કરાયા છે. ૨. દિતલાલામન: - ૫. (મો.) ૨. ૐ તત્ર - પ્રા. . (. મા.)