________________
२८
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४
गन्धहस्ति दर्शनमपि केवलाख्यमशेषदर्शनावरणीयक्षयसमुद्भूतमुपात्तम्, न शेषं चक्षुराद्यसम्भवात् ।
दानमिति वक्ष्यते लक्षणतः स्वस्यातिसर्गो दानं' (अ. ७, सू. ३३) तच्च सकलदानान्तराय क्षयादेकस्मादपि तृणाग्रात् त्रिभुवनविस्मयकरं यथेप्सितमर्थिनो न जातुचित् प्रतिहन्यते प्रयच्छत इति ।
लाभ इति परस्माच्चतुर्वर्गस्यान्यतम समस्तसाधनप्राप्तिः, स चाशेषलाभान्तरायकर्मक्षयादचिन्त्यमाहात्म्यविभूतिराविर्भवति येन यत् प्रार्थयते तत् समस्तमेव लभते, न तु प्रतिषिध्यते ।
शुभविषयसुखानुभवो भोगः, अथवा भक्ष्य-पेय-लेह्यादिसकृदुपयोगाद् भोगः, स च कृत्स्नभोगान्तरायक्षयाद् यथेष्टमुपपद्यते, न तु सप्रतिबन्धः कदाचिद् भवति, न वा न भवत्यभिलषित' इति । विषयसम्पदि सत्यां यथोत्तरगुणप्रकर्षात् तदनुभव उपभोगः, पुनः पुनरुपभोगाद् वा वस्त्र
- હેમગિરા - ૨. દર્શન : દર્શન એટલે કેવળદર્શન, જે સમસ્ત દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું છે તે અહીં દર્શન તરીકે ગ્રહણ કરાય છે, શેષ ચક્ષુદર્શન આદિ નહીં કેમકે (તેઓ સમસ્ત દર્શનાવરણના ક્ષયથી ઉત્પન્ન થતાં ન હોવાથી) તેઓનો ક્ષાયિક દર્શનમાં સંભવ નથી.
૩. દાનઃ દાન એ લક્ષણ થકી “અનુપદાર્થ સ્વસ્થતિમાં રા' (= અનુગ્રહ માટે પોતાની વસ્તુનો સુપાત્રમાં ત્યાગ તે દાન) એવા ૭/૩૩ સૂત્રમાં કહેવાશે અને તે ક્ષાયિક દાન સકલ દાનાંતરાય કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે કે જેથી એક તણખલાના માત્રના અગ્રભાગનું માધ્યમ લઈને પણ અર્થીઓને યથેચ્છ રીતે આપનાર વ્યકિતનું, ત્રણે જગતમાં વિસ્મય કરનારું એવું તે ક્ષાયિક દાન ક્યારે પણ (કોઈના વડે) હણી/અટકાવી શકાતું નથી.
૪. લાભઃ લાભ એટલે પર વ્યક્તિ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે વર્ગના કોઈપણ અથવા સમસ્ત સાધનની પ્રાપ્તિ; અને તે ક્ષાયિક લાભ સમસ્ત લાભાંતરાય કર્મના ક્ષયથી અચિંત્ય માહાભ્યની વિભૂતિ રૂપે પ્રગટ થાય છે. જેના (= ક્ષાયિક લાભ) વડે જે વસ્તુની પ્રાર્થના કરાય તે બધી જ વસ્તુઓ મળે છે પરંતુ તે વસ્તુ તેને આપવા) કોઈના વડે નિષેધ કરાતો નથી.
૫. ભોગ : ભોગ એટલે શુભ એવા વિષય સુખોનો અનુભવ અથવા તો ભક્ષ્ય (= ખાવા યોગ્ય), પેય (= પીવા યોગ્ય), લેહ્ય (= ચાટવા યોગ્ય) વગેરે પદાર્થોનો એકવાર ઉપયોગ થતો હોવાથી ભક્ષ્ય વગેરે પદાર્થો ભોગ કહેવાય અને તે ક્ષાયિક ભોગ સમસ્ત ભોગાંતરાય કર્મના ક્ષય થવા થકી ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થાય છે પણ ક્યારેય પ્રતિબંધવાળો હોતો નથી અથવા તો અભિલષિત નથી થતું એમ નથી પણ બધું ય ઇષ્ટ મળી રહે છે.
૬. ઉપભોગઃ ઉપભોગ એટલે વિદ્યમાન એવી (શબ્દાદિ) વિષય સંપત્તિમાં ઉત્તરોત્તર ગુણના પ્રકર્ષથી થતો તે વિષય (સુખ)નો અનુભવ અથવા ફરી ફરી ઉપયોગ થતો હોવાથી વસ્ત્ર૨. ofમના રતિ - ઉં. પ્રા. ૨. તથોર - Y. UI. (ઉં. મા.)