________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१ सूत्रम् :- औपशमिक-क्षायिकौ भावौ मिश्रश्च' जीवस्य स्वतत्त्वमौदयिक-पारिणामिकौ च॥२/१॥
- થર્દીપ્તિ - वेति द्वितीयः प्रश्नः, कथमिति केन प्रकारेण किमनपायिना सता लक्षणेन सर्वास्ववस्थासु गमकेनाविनाभाविना हुताशन इवोष्णत्वेन लक्षयितव्यः, आहोस्विदपायभाजा व्यतिरिक्तेन धूमेनेव हुतभुगवबोद्धव्य इति पृच्छति।
कथंलक्षणो वेति लक्ष्यते अनेनेति लक्षणं = लिङ्गमित्यर्थः, कथं लक्षणमस्येति कथंलक्षणः, वाशब्दश्चशब्दार्थे, को जीवः कथंलक्षणश्चेति, इतिशब्दः शिष्याभिप्रायेयत्ताप्रकाशनार्थः। एवं प्रश्नद्वयप्रदर्शने सति आचार्य आह → अत्रोच्यते इति। अत्रास्मिन् प्रश्नद्वयेऽपि भण्यते प्रतिवचनम्, तत्राद्यं प्रश्नमधिकृत्य सूरिः सूत्रमधिजगे → औपशमिक इत्यादि (सूत्रम्) । समुदायार्थस्त्वयम् → औपशमिकादिभावयुक्तो द्रव्यं
સૂત્રાર્થ - ઔપશમિક અને ક્ષાયિક ભાવ તેમજ મિશ્ર (ભાવ) તથા ઔદયિક અને પારિણામિક (ભાવ) જીવના સ્વતત્ત્વ છે. ૨/૧
- હેમગિરા -
બે પ્રકારના લક્ષણ છે ‘ર્થ નક્ષણો વા' એ ભાષ્ય દ્વારા બીજો પ્રશ્ન કરતાં કહે છે – કે કેવા પ્રકારના લક્ષણથી જીવને ઓળખવો ? અર્થાત્ અનપાયી (= અવ્યાપ્તિ આદિ દોષ રહિત) એટલે કે સર્વ અવસ્થાઓમાં ગમક (= સ્વલક્ષ્યને ઓળખાવનારા) અને અવિનાભાવી (= કાયમ લક્ષ્યની સાથે ને સાથે રહેનાર) એવા સત્ (= વિદ્યમાન) લક્ષણ સ્વરૂપ ઉણત્વથી જેમ અગ્નિને ઓળખી શકાય છે, તેમ શું જીવને ઓળખી શકાય છે ?
અથવા અપાયવાળા (= અવ્યાપ્તિ આદિ દોષયુક્ત) અર્થાત્ વ્યતિરિત = સ્વલક્ષ્યથી ભિન્ન (અમુક અવસ્થામાં જ ગમક છે) એવા ધૂમ રૂપ લક્ષણથી જેમ અગ્નિ ઓળખાય છે તેમ શું જીવને તેવા પ્રકારના (અપાયવાળા તથા સર્વ અવસ્થામાં ગમક એવા) કોઈ લક્ષણથી ઓળખી શકાય છે ? એ પ્રમાણે સદેહ કરનાર શિષ્ય પ્રશ્ન કરે છે
જેનાથી વસ્તુ જણાય તે લક્ષણ અર્થાત્ લિંગ (= જ્ઞપ્તિનો હેતુ) કહેવાય. ‘ાથંક્ષા :” એમાં અવ્યય વ્યધિકરણ બહુવ્રીહી સમાસ જાણવો અને તેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે. 'વા' શબ્દ એ ‘ચ' શબ્દના અર્થમાં છે. આથી જીવ શું છે ? અને કેવા લક્ષણવાળો છે ? એવો અર્થ કરવો. ‘ત' શબ્દ શિષ્યના અભિપ્રાય (પ્રશ્નો)ની સંખ્યા જણાવવા માટે છે કે આટલા જ ૨. ને પ્રોધને ક્ષતિ - મુ. (ઉં. માં)1 જુઓ પરિશિષ્ટ - ૬ ટીપ્પણી - ૧