________________
३१४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५२ भाष्यम् :- न च कृतप्रणाशाकृताभ्यागमाफल्यानीति॥२/५२॥
- Wત્તિ – पवर्तनैः कर्मण आयुषः शीघ्रं फलविपाको भुज्यत इत्यर्थः। अतः क्रमानुभवे वेष्टितापटपरिशोषकालवद् बहुत्वं कालस्य, प्रसारितार्द्रपटपरिशोषकालवच्चाल्पतापवर्तितायुष्कपरिभोगकालस्य। एवं च सति न कृतप्रणाशाकृताभ्यागमाफल्यानीति निगमयति → समस्तायुर्द्रव्योपभोगात् कृतविप्रणाशो नास्ति, न चायुष्यपरिनिष्ठिते म्रियत इत्यकृताभ्यागमाभावः, परिभुक्तत्वादेव च सकलस्यायुषो न वैफल्यप्रसङ्गः, अत एव जात्यन्तरानुबन्धत्वाभावोऽपीति। न चेह भाष्यकारेणोपात्तः प्रागुपन्यस्तस्यापि, पूर्वकत्रयस्याभावतदभावात्, तस्मादवस्थितमिदं केचिदकाले प्राणिनो म्रियन्ते पूर्वजन्मोपात्तायुष्ककालापेक्षया, केचिद
ભાષ્યાર્થ ? વળી આ પ્રમાણે અપવર્તના હોય ત્યારે કૃતનાશ, અકૃત આગમન અને વિફળતા આ ત્રણે દોષ નથી સંભવતા. ૨/પ૨ા.
- હેમગિરા – થાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વિષ, અગ્નિ, શસ્ત્ર વગેરે યથા અભિહિત (= યથોકત) નિમિત્ત છે જે અપવર્તનાઓના તે અપવર્તનાઓ યથોક્ત નિમિત્તવાળી કહેવાય. તે યથોક્ત નિમિત્તવાળી અપવર્તનાઓથી આયુષ્ય કર્મના ફળનો વિપાક શીઘ્ર ભોગવાય છે.
આ જ કારણસર આયુષ્ય કર્મને કમપૂર્વક અનુભવવામાં વીંટળાયેલ ભીના વસ્ત્રના શોષ = સુકાવાના કાળની જેમ ઘણો કાળ લાગે છે. જ્યારે પરાવર્તન (= અપવર્તના) પામેલ આયુષ્ય કર્મના પરિભોગનો કાળ, ખુલ્લા કરેલ ભીના વસ્ત્રના સૂકાવાના કાળની જેમ અલ્પ હોય છે અને આ પ્રમાણે હોવાથી કૃતનો નાશ, અકૃતનું આગમ અને વિફળતા આ ત્રણે દોષો આવતાં નથી એમ ભાષ્યકારશ્રી નિગમન કરે છે. તે આ પ્રમાણે – સમસ્ત આયુષ્યના દલિકોનો ભોગવટો થઈ ગયો હોવાથી કૃતનાશ' દોષ નહિ આવે અને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મરે છે તેથી “અકૃત આગમ દોષનો અભાવ છે અને સંપૂર્ણ આયુષ્યના દલિકો ભોગવાયા હોવાથી વિફળતા દોષનો પ્રસંગ આવતો નથી. આથી (= આયુષ્ય નિષ્ફળ કે બીજા ભવમાં ઉપયોગી નહિ હોવાથી) જ આયુષ્ય કર્મમાં ‘જાત્યંતરાનુબંધીત્વ' નામના ચોથા દોષનો પણ અભાવ છે.
પરંતુ અહીં પ્રસ્તુત (= નિગમન કરનાર ભાષ્યમાં) ભાગ્યકારશ્રીએ પૂર્વે ઉપન્યાસ કરેલા એવા આ ચોથા દોષનો અભાવ કહ્યો નથી કેમકે પૂર્વના ૩ દોષના અભાવમાં તે ચોથા દોષનો અભાવ આવી જ જાય છે. તેથી આ નિશ્ચિત થયું કે કોઈક પ્રાણીઓ પૂર્વજન્મમાં બાંધેલ આયુષ્યના કાળની અપેક્ષાએ પહેલાં જ અકાળે મરી જાય છે વળી કોઈક જીવો અનંતર પૂર્વ જન્મમાં ઉપાર્જિત આયુષ્યના કાળને અખંડ રીતે પૂર્ણ કરીને મરે છે. આમ અલગ – અલગ રીતે આયુષ્યના દલિકોને તે તે ભવમાં જ ભોગવીને પૂર્ણ કરનારા તે જીવો હોય છે. પણ વર્તમાન ભવના શેષ આયુષ્યના ૨. શાત્રવાપાત્રતા પરિવર્તઃ - ૬ (છું. મ.) ૨. માળવારે જોવા? - પુ. (ઉં. માં.)