________________
३०९
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- यथा वा सङ्ख्यानाचार्यः करणलाघवार्थं गुणकार-भागहाराभ्यां राशि छेदादेवापवर्तयति, न च सङ्ख्येयस्यार्थस्याभावो भवति।
- સ્થિતિ - पादितं भवति पवनश्लेषवत् तत् क्रमेण वेद्यमानं चिराय वेद्यते, यत् पुनर्बन्धकाल एव शिथिलमाबद्धं तद् 'विकीर्णतृणराशिदाहवदपवर्त्याशु वेद्यत इति। एवंविधार्थप्रक्रमे दृष्टान्तसुलभतामादर्शयन्नाह →
यथा वा सङ्ख्यानाचार्य इत्यादि। सङ्ख्यानं = गणितशास्त्रं तत्प्रधान आचार्यः सङ्ख्यानाचार्यो = गणितप्रक्रियायामाहितनैपुणः, करणलाघवाय, करणानि = गुणकार-भागहारापवर्तनोद्वर्तनादीनि गणितशास्त्रप्रसिद्धानि, तत्र यो लघुः करणोपायः स्वल्पकालस्तेन तत्फलमानयति गणिताभिज्ञत्वात्, तुल्येऽपि हि फलानयने गुणकार-भागहारौ चिराय' तत्फलमभिनिवर्तयतः, स पुनर्गणितनिपुणो गुणकारभागहाराभ्यां चिरकालकारिभ्यां सकाशात् करणलाघवार्थमपवर्तनाहँ राशिञ्छेदादेवार्धादिकादप
ભાગ્યાર્થ : તેની જેમ અપવર્તના વિશે પણ સમજવું અથવા જેમ ગણિતાચાર્ય કરણ (પ્રકિયા)ના લાઘવ માટે ગુણાકાર અને ભાગાકાર કરતાં રાશિને છેઠવા થકી જ અપવર્તન કરે છે પણ અને કરવાથી કાંઈ સંખ્યય અર્થ (= ફળભૂત રાશિ)નો અભાવ થઈ જતો નથી.
- હેમગિરા – થઈ જાય છે. તેની જેમ આયુષ્યનો પણ અનુભવ જાણવો. પવનથી સુકાયેલા ચિકણાં (ગુંદર જેવા) પદાર્થની જેમ જ્યારે (આયુષ્ય કર્મના) બંધ કાળમાં જ (જીવના) પરિણામથી પ્રાપ્ત કરાયેલ આયુષ્ય અતિઘનપણાથી અત્યંત સંહત (= નિકાચિત) હોય છે ત્યારે તે આયુષ્ય કર્મ કમથી વેદાતું લાંબા કાળે (પુરુ) વેદાય છે. ફરી જે પૂર્વે બંધ કાળમાં જ શિથિલ (= ઢીલું = અનિકાચિતપણે) બંધાયેલું હોય છે, તે કર્મ છૂટી છવાઈ તૃણ રાશિના દાહની જેમ અપવર્તિત થઈને શીઘ વેદાય છે. આવા પ્રકારના અર્થના પ્રસ્તાવમાં સુલભ દષ્ટાંતને દેખાડતાં ‘થા વા નથી ...' ઇત્યાદિ ભાષ્ય કહે છે.
સંખ્યાન એટલે ગણિતશાસ્ત્ર, તે સંખ્યાન પ્રધાન આચાર્ય તે સંખ્યાનાચાર્ય એટલે કે ‘કરણથી ટૂંકું કરવામાં નિપુણ એવા આચાર્ય કે જેમને ગણિત પ્રક્રિયામાં નિપુણતા પ્રાપ્ત કરેલી હોય. ગણિતના જાણકાર હોવાના કારણે કરણ (= પ્રકિયા)ના લાઘવ માટે ગણિતશાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા ગુણાકાર, ભાગાકાર, ઉદ્વર્તન, અપવર્તન વગેરે જે કરણી છે, તેમાં જે અત્યંત અલ્પ કાળવાળો લઘુ (= ટૂંકો) કરણ રૂ૫ ઉપાય હોય તે ઉપાયથી તે ઇષ્ટ રાશિના ફળને લાવે છે.
જ્યારે દરેક કારણો ફળને લાવવામાં તુલ્ય હોય ત્યારે પણ ગુણાકાર અને ભાગાકાર લાંબા કાળે રાશિના ફળને લાવે છે. આથી તે ગણિત નિષ્ણાત આચાર્ય કરણ (= પ્રકિયા)ના લાઘવ માટે ૨. વિઠ્ઠf - માં. ૨. વિવારથ - ..