________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
३०७ भाष्यम् :- अत्रोच्यते→ कृतनाशाकृताभ्यागमाफल्यानि कर्मणो न विद्यन्ते । नाप्यायुष्कस्य जात्यन्तरानुबन्धः, किन्तु यथोक्तैरुपक्रमैरभिहतस्य जीवस्य सर्वसन्दोहेनोदयप्राप्तमायुष्कं कर्म शीघ्रं पच्यते तदपवर्तनमित्युच्यते।
- સ્થિતિ
ननु चान्यस्मिन् भवे बद्धमन्यत्र वेद्यते कथमेकभवस्थिति स्यात् ? । उच्यते → न बन्धं प्रति ब्रूमः, उपभोगं प्रत्येकभवस्थितिकमायुराचक्ष्महे, एकस्मिन्नेवं भवे भवत्यायुष उपभोगो न द्वितीयेऽपीति यथा च त्वयाऽभ्युपेयते सत्येवायुषि म्रियते तथा तेनायुषा जात्यन्तरानुबन्धिना भाव्यम्, अपसिद्धान्तप्रस्थानं चैतत्, तस्माद् दोषचतुष्टयसम्भवान्नापवर्तनमायुषां विद्यते इति ।
अत्रोच्यते समाधानम् → न खल्वेते दोषाः प्रतिभान्ति जिनशासनावलम्बिनः२, सिद्धान्तापरिज्ञानाच्चैवं नोद्यते, नायमार्हतः कृतान्तः फलमदत्त्वा कर्म प्रणश्यतीति, किन्तु यथोक्तैरुपक्रमैरध्यवसान
ભાષ્યાર્થ : સમાધાન : આયુષ્ય કર્મના કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતા આ ત્રણે દોષો વિદ્યમાન નથી. તેમજ આયુષ્ય કર્મનો જન્માંતર અનુબંધ દોષ પણ નથી. કિંતુ યથોકત ઉપક્રમો વડે હણાયેલ જીવનું સંપૂર્ણપણે) ઉદયને પ્રાપ્ત થયેલું એવું આયુષ્ય કર્મ શીધ્ર ભોગવાય છે તે “અપવર્તન' કહેવાય છે.
• હેમગિરા ૦ અપવર્તના માનો તો તે આયુષ્ય કર્મને જન્માંતર અનુબંધી માનવાનો દોષ આવશે અર્થાત્ બાકી રહેલું તે આયુષ્ય કર્મ એના પછીના બીજા જન્મમાં ભોગવવાનો પ્રસંગ આવશે.
ચોથા દોષ અંગે શંકા ઃ અન્ય ભવમાં બંધાયેલું કર્મ અન્ય ભવમાં વેદાય છે. તો પછી કઈ રીતે આયુષ્ય કર્મ એક ભવની સ્થિતિવાળું થાય ?
પૂર્વપક્ષીનું સમાધાનઃ અમે બંધને આશ્રયી એક ભવની સ્થિતિવાળું આયુષ્ય છે એમ કંઈ નથી કહેતા, પરંતુ ઉપભોગને આશ્રયી એક ભવની સ્થિતિવાળું આયુષ્ય કહીએ છીએ. કેમકે પૂર્વબદ્ધ આયુષ્યનો ઉપભોગ એક જ ભવમાં થાય છે, નહિ કે બીજા ભવમાં પણ થાય ! આવો સિદ્ધાંત છે. (આ પ્રમાણે ઉત્તર આપીને હવે જે પૂર્વપક્ષ ચાલતો હતો તેને જ આગળ વધારે છે.) તમે જે રીતે સ્વીકારો છો કે આયુષ્ય શેષ રહે છતે જીવ મરે છે તે રીતે તો તે (બચેલ) આયુષ્ય અન્ય જન્મનો અનુબંધ કરનારું (= અનુસરનારું) થવું જોઈએ અને આ તો અપસિદ્ધાંતમાં પ્રસ્થાન (= સિદ્ધાંત વિરુદ્ધ) છે. તેથી (= આયુષ્યની અપવર્તના સ્વીકારતાં (૧) કૃતનાશ, (૨) અકૃતાગમ, (૩) અસફળતા અને (૪) જન્માંતર અનુબંધી) ૪ દોષો સંભવતા હોવાથી આયુષ્ય કર્મની અપવર્તના નથી. અહીં (= આ પ્રશ્ન અંગે) સમાધાન ભાષ્યકારશ્રી કહે છે –
સમાધાન : આ દોષો જિનશાસનના - અવલંબીઓને પ્રતિભાસતા / લાગતા નથી. ૨. ° - ૫ (.) ૨. વિનામ્ - ૫ (ઉં. માં.)