________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
३०१ -- અસ્થતિ खण्ड-पुष्करद्वीपार्धवृत्तिषु, तथा हिमवतः (शिखरिणश्च) प्राक् पश्चाद् विदिक्षु त्र्यादिषु नवान्तेषु योजनशतेषूदधाववगाह्य तावद्विस्तरायामाः सप्त-सप्तान्तरद्वीपाश्चतुश्चतुः प्रागुत्तरक्रमादेकोरुकादयस्तानन्तरद्वीपान् कायन्तीत्यन्तरद्वीपका मनुष्याः सहान्तरद्वीपकैः सान्तरद्वीपकाः, कर्मणो भूमयः यत्र जाता: प्राणिनः सकलं कर्म क्षपयित्वा सिद्ध्यन्ति तीर्थकराद्युपदेशात् ताः कर्मभूमयो भरतैरावत-विदेहक्षेत्राणि पञ्चदश प्रत्येकं पञ्चभेदत्वात् । न कर्मभूमयोऽकर्मभूमयः तासु अकर्मभूमिषु = हैमवत-हरिवर्ष-रम्यकहैरण्यवताख्यासु जम्बूद्वीप-धातकीखण्ड-पुष्करद्वीपार्धवर्तिनीषु तथोक्तलक्षणासु कर्मभूमिषु च ये मनुष्याः प्रथम-द्वितीय-तृतीयसमासु यदा भवन्त्यसङ्ख्येयवर्षायुषस्तदा तेऽनपवायुषो मन्तव्याः दृढबद्धत्वादग्न्यादिभिः 'काह्वदुकापरान्नानुपक्रमवत्।।
- હેમગિરા – ૨-૨ અને અર્ધપુષ્કરદ્વીપમાં ૨-૨ રહેલા દેવકુરુ સહિતના ઉત્તરકુરુઓમાં (અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે) તેમજ હિમવંત નામના વર્ષધર પર્વતની (તથા શિખરી નામના વર્ષધર પર્વતની) પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સમુદ્રને વિશે પૂર્વોત્તર (= ઇશાન) વગેરે ૪-૪ ખુણાના કમ થકી વિદિશામાં ૩૦૦ યોજનથી માંડી ૯૦૦ યોજન સુધીના વિસ્તારમાં અવગાહીને તેટલા (= ૩૦૦થી માંડી ૯૦૦ યોજન સુધીના) જ વિસ્તાર અને લંબાઈવાળા એકોરુક વગેરે નામવાળા ૭-૭ અંતર્દીપો છે. (કુલ મળીને ૮૪૭૫૬ થશે. આનો વિસ્તાર સૂત્ર ૩/૧૫માં છે ત્યાંથી જોઈ લેવો.)
‘તરપાન કાન્તિ તિ સન્તરપિટ ..' તે અંતરદ્વીપોમાં જે ઓ વસે છે તે અંતરદ્વીપક મનુષ્યો કહેવાય. આ અંતરદ્વીપક મનુષ્યો સહિત જેઓ હોય તેઓ ‘સાન્તરદીપકા' કહેવાય. ('સાન્તરદ્વીપકા’ પદ એ અકર્મભૂમિઓનું વિશેષણ છે. એટલે અન્વય અર્થ આ પ્રમાણે થશે કે અત્તરદ્વીપમાં વસનારા એવા અંતરદ્વીપક મનુષ્યો સહિતની એવી અકર્મભૂમિઓમાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો હોય છે.) કર્મ (ક્ષય માટે)ની ભૂમિઓ અર્થાત્ જ્યાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ તીર્થંકરાદિના ઉપદેશથી (સાધના દ્વારા) સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધિગતિને વરે છે તે કર્મભૂમિઓ. ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્ર રૂપ તે કર્મભૂમિઓ ૧૫ છે, કેમકે આ ભરત આદિ પ્રત્યેકના ૫-૫ ભેદ છે.
જે કર્મભૂમિઓ નથી તે અકર્મભૂમિ કહેવાય છે. જંબુદ્વીપ, ધાતકીખંડ તથા અર્ધપુષ્કરદ્વીપમાં રહેલા હિમવંત, હરિવર્ષ, રમ્યફ અને હૈરણ્યવતક્ષેત્રના નામવાળી તે અકર્મભૂમિઓને વિશે અને તે રીતના કહેવાયેલા સ્વરૂપવાળી કર્મભૂમિઓમાં જે મનુષ્યો ૧લા, રજા અને ૩જા આરામાં
જ્યારે અસંખ્ય વર્ષનાં આયુષ્યવાળા હોય છે ત્યારે તેઓ અનપવર્ય આયુષ્યવાળા જાણવા. જેમ કોરડુ મગ અત્યંત દઢ બાંધાવાળું હોવાથી અગ્નિ આદિ ઉપક્રમોથી સીઝાતું નથી. તેમ ૬. દુજાપરતાનુપમવત્ - માં..