________________
૧૮
• ભૂમિકા છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉત્સાહિત થયો હતો. આ ભાષાંતર લખવામાં અને એમાં ક્ષતિઓ ન રહે એ માટે બનતી મહેનત કરી છે. એ બધાની પાછળ એક માત્ર ભાવ સ્વહિતનો અને મોક્ષમાર્ગદર્શક તત્ત્વાર્થની આ દુર્ગમ ટીકાના ઉંડા પદાર્થોને જાણવાની જિજ્ઞાસાવાળા સંયમીઓના હિતનો જ છે. એટલે આમાં ભૂલો દેખાય તો અવશ્ય ગીતાર્થ મહાપુરુષો એ તરફ ધ્યાન દોરે. વાચક પ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિમાં
यच्चासमञ्जसमिह छन्दःसमयार्थतोभिहितम् ।
पुत्रापराधवन्मम मर्षयितव्यं बुधैः सर्वम् । આ જે કહ્યું છે કે તે જ ક્ષમાયાચનાના સૂરમાં મારો સૂર મિલાવીને કહું છું કે “આ અનુવાદમાં જે કાંઈ અસમંજસ લખાયું હોય, જિનવચન કે ગ્રંથકારના અભિપ્રાયથી વિપરીત લખાયું હોય તે એક પુત્રના અપરાધની જેમ, હે સુજ્ઞપુરુષો ! મને ક્ષમા કરજો.’
છે છત: +9ત્નનું લવાઈપ મુ. જે કાંઈ સુધારા વધારા સૂચવશો, તે જ્યારે દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરવાનો સુઅવસર પ્રાપ્ત થશે ત્યારે તેમાં સુયોગ્ય સુધારા વધારા અવશ્ય કરીશ અને આપ મહાશયોનો આભાર માનીશ.
મોટાનો જે આસરો રે જેથી લહિયે લીલવિલાસ , વિદ્યાગુરુવર સંઘ કૌશલ્યાધાર આચાર્ય દેવ શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ. સા.ની પ્રભાવક નિશ્રામાં પ્રથમ અધ્યાય નવરંગપુરા અમદાવાદમાં પ્રકાશિત થયો અને તેઓશ્રી દ્વારા પ્રેરણા-સૂચના આવી કે ““પૂજ્યપાદ સ્વ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની એક પ્રશસ્ત ભાવના હતી કે તવાર્થ સૂત્ર ઉપરની શ્વેતાંબર-દિગમ્બર વિરચિત ઉપલબ્ધ તમામ વ્યાખ્યાઓનું ઉંડાણથી અધ્યયન-અવગાહન કરી તે બધાનો સંગ્રહ કરી ૩ પ્રકારની વિશિષ્ટ વ્યાખ્યાઓ તૈયાર કરવી. ૧) “તવાર્થ ઉષા’ બાલ જીવો સહેલાઈથી સૂત્રનો સામાન્ય અર્થ પામી શકે. ૨) તસ્વાર્થ પ્રકાશ” જેનાથી મધ્યમ બુદ્ધિ જીવો દાખલા-દલીલ-યુક્તિ ગર્ભિત સાર પામી શકે. ૩) તવાથલોક રહસ્ય’ જેનાથી તીવ્ર મેધાવી અધ્યેતાઓ તુલનાત્મક રીતે ઉંડાણથી એક એક સૂત્રના રહસ્યમય તાત્પર્યો અવધારી શકે. આ યોજનાના મંગલાચરણ રૂપે ‘તવાર્થ ઉષા’નું કાર્ય થઈ ગયું. બાકીનું કાર્ય તેઓ અનેકવિધ સંઘ શાસનની જવાબદારીમાં સતત અપ્રમત્તપણે વ્યસ્ત રહેવાના કારણે ન કરી શક્યા. આશા છે કે તેમની આ ભાવના તમે લોકો પૂર્ણ કરશો. પૂ. આચાર્ય ભગવંતની આ પ્રેરણા-ભાવનાને ધ્યાનમાં લઈને જ અનેક ગ્રંથોના રેફરન્સો દ્વારા ૫૦૦થી પણ વધુ તુલનાત્મક તથા રહસ્યોદ્દઘાટક ટીપ્પણીઓ તૈયાર કરી છે. જેનાથી મેધાવી અધ્યેતાઓ તુલનાત્મક રીતે, ઉંડાણથી તે તે પંક્તિઓના રહસ્યમય તાત્પર્યો અવધારી શકે.