________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
१८१ - શ્વેત वनाहारको मध्यमौ भवति । अनन्तरसूत्रात् समयग्रहणमनुवर्तते, वाशब्दो विकल्पार्थः कदाचिदेकं कदाचिद् द्वाविति।
अपरे वाशब्दात् त्रीन् वा समयाननाहारको भवतीति व्याचक्षते, तं च केवलिनमादर्शयति समुद्घातकाले त्रि-चतुर्थ-पञ्चमसमयेषु, तदेतदत्यन्तासम्बद्धम्, विग्रहगतिसमापन्नो जीव इत्येवंविधे भाष्यप्रक्रमे कः प्रस्तावः केवलिसमुद्घातानाहारककालस्य ? अथाप्रस्तुतमप्यत्रावश्यं वक्तव्यं भाष्यादुत्तीर्य, ततोऽन्तर्मुहूर्तार्धं (द्धं ?) शैलेश्यवस्थायामनाहारक इति किं नोक्तम् ? सादिकमनिधनं कालं सिद्धोऽनाहारक
• હેમગિરા - અને ૩ વિગ્રહવાળી ગતિમાં (૪ સમયમાંથી) મધ્યના ૨ સમયે જીવ અનાહારક હોય છે. ૨/૩૧ સૂત્રમાં નહીં કહેલ ‘સમય’ શબ્દનું ગ્રહણ અનંતર (૨/૩૦માં) સૂત્રની અનુવૃત્તિથી થાય છે.
ફક “વા' શબ્દ વિકલ્પસૂચક છે ? ‘ા' શબ્દ ક્યારેક ૧, ક્યારેક ર સમય એવા વિકલ્પના અર્થમાં છે. બીજા કેટલાક ‘’ શબ્દથી ‘અથવા ૩ સમય’ અનાહારક હોય છે એમ કહે છે અને આ વિશે દષ્ટાંત રૂપે તે કેવળીને દેખાડે છે, તે આ મુજબ કે સમુઘાત કાળે ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કેવળી અનાહારક હોય છે.
આ વાત અત્યંત અસંગત છે કારણકે “વિગ્રહગતિને પ્રાપ્ત થયેલો જીવ’ આવા પ્રકારના ભાષ્યના પ્રકરણમાં કેવલી સમુદ્દઘાત સમયના અનાહારક કાળની વાત કરવાનો શું અવસર છે ? (કોઈ અવસર જ નથી.)
હવે જો એમ કહેતા હો કે અપ્રસ્તુત વાત પણ ભાષ્ય દ્વારા ઉતારીને અહીં (= પ્રસ્તુતમાં) અવશ્ય કહેવી જોઈએ તો, અંતર્મુહૂર્ત કાળ સુધી શૈલેષી અવસ્થામાં (જીવ) અનાહારક હોય છે આ પ્રમાણે કેમ કહેવાયું નહીં? (એવો પણ પ્રશ્ન થશે !) અને સિદ્ધ ભગવંતો સાદિ અનંતકાળ સુધી અનાહારક હોય છે તે પણ કેમ કહેવાયું નહીં? આ પ્રમાણે આ વ્યાખ્યા પ્રસ્તાવથી બહાર હોવાથી વિદ્વાન પુરુષના મનને આરાધી શકતી (= આનંદ પમાડી શકતી) નથી.
••••• તો ‘વ’ શબ્દ સમુચ્ચયાર્થમાં કહી શકાય પ્રશ્નઃ જો વા' શબ્દ દ્વારા પાંચ સમયવાળી ગતિમાં ૩ સમયના (અનાહારકનો) સમુચ્ચય (= જોડાણ) કરાય તો યોગ્ય ગણાય ?
ઉત્તર : પહેલા જ અમે જણાવ્યું છે કે, તેવા પ્રકારની ૫ સમયની ગતિમાં કોઈ જીવ ઉત્પન્ન થતો નથી. હવે જો ઉત્પત્તિ સંભવિત હોય તો (તમે કહ્યું તેમ સમુચ્ચય કરવામાં) કોઈ દોષ નથી. ૨. તારી - ૫ (બાવ.) ૨. તત્યના° - મુ. (ઉં. માં.) રે. અથવા પ્ર° - TI