________________
ભૂમિકા
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
‘“સંશોધન અંગેની માહિતી’’ અને ‘‘ઉપલબ્ધ હસ્તપ્રતિઓનો અહેવાલ’’ નામના ૧૮ અને ૧૯ નંબરના શીર્ષક હેઠળ પ્રથમ ભાગમાં અથ થી ઇતિ સુધીની વાત કરી જ દીધી છે વિશેષ એ જ કે આ ગ્રંથના પૂર્વ સંપાદક પં. શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયાને આ અવસરે કેમ ભૂલી શકાય, એમનો તો મારા ઉપર વિશેષ ઉપકાર છે જ, કેમકે આ પુનઃ સંપાદનના કાર્યમાં એમનું પૂર્વ સંપાદન મને ખૂબ જ ઉપયોગી બન્યું છે તેમજ અનેક ફુલની હસ્તપ્રતો અને તાડપ્રતોથી તથા અનેક ગ્રંથોના સંદર્ભોથી આ બીજા અધ્યાયમાં લગભગ ૫૦ જેટલા સ્થળે અશુદ્ધ પાઠોનું શુદ્ધિકરણ તથા ૨૫ જેટલા ત્રુટક પાઠોની પૂર્તિ કરવાનું શક્ય બન્યું છે. શુદ્ધ પ્રાયઃ કહી શકાય તેવા ૬૦થી વધુ પાઠાંતરો મળ્યા છે. એ ઉપરાંત પણ ક્ષતિ રહી જવી સંભવિત છે જે વિષે વિદ્વજનો મારું ધ્યાન દોરવાની કૃપા કરે.
૧૬
A. પાઠ શુદ્ધિકારણની બાબતમાં ક્યાંક હસ્તપ્રતનો આધાર તો ક્યાંક પૂર્વાપરની અર્થસંગતિ ધ્યાનમાં લીધી છે. જેમકે સૂત્ર - ૧૨ સંમત્રિત-સ્થાવા: આ જગ્યાએ સંમત્રિતા: સ્થાવા: આવું ય સૂત્ર જોવા મળે છે પણ યથોક્ત સામાસિક સૂત્ર જ બરોબર છે કારણ ટીકામાં આવું લખ્યું છે. સમાસ ૩મયેષાં સમાર્થમ્ અર્થાત્ ત્રસ, સ્થાવર બંને પદમાં રહેલો સમાસ બંને (ત્રસ, સ્થાવર) એકબીજામાં જઈ શકે છે તે વાતનો સૂચક છે. વળી ... જો ત્રસ, સ્થાવર જુદા-જુદા હોત તો ‘ચ’કાર પણ સૂત્રમાં જરૂરી થઈ જાત જે ત્યાં નથી.
B. પૂર્વમુદ્રિત સૂત્રોમાં ક્યાંક ભાષ્યનો પદ પણ ભળી ગયેલો દેખાય છે જેમકે સૂત્ર ૨/ ૨૮ પરં પરં સૂક્ષ્મમાં તેષાં પદ ભળી ગયેલો જણાય છે. ‘તેષાં પરં પરં સૂક્ષ્મમ્’ આ સૂત્રમાંનું ‘તેષાં’ પદ પૂર્વ સૂત્ર ૩૭ના ભાષ્યમાંનું (છેલ્લે મૂકેલું) જણાય છે. એ વાત ટીકાકારશ્રીના આ વચનોથી સ્પષ્ટ થાય છે તેષમિત્યનેન માવળા: સૂત્રસમ્બન્ધમાવેતિ ઇત્યાદિ. આ પંક્તિ એ વાત સ્પષ્ટ કરે છે કે ‘તેષાં’ પદ (૨/૨૭) સૂત્રમાં ઉપદિષ્ટ ઔદારિકાદિ શરીરનો આ સૂત્ર (૨/૩૮) સાથે સંબંધ જોડે છે.
c. પૂર્વભૂદ્રિત ગ્રંથમાં૮૦થી વધુ સ્થળે વિવિધ હસ્તપ્રતિઓ મારફત ઉચિત બંધબેસતાં ફેરફારો કર્યા છે અને તેમાં સંપાદનપદ્ધતિ ‘મુ. (ä...)’ આ પ્રમાણે રાખી છે. જેમકે પા. નં. ૧૦૩માં મુદ્રિતમાં °મારુતિની જગ્યાએ સંદર્ભને અનુરૂપ °માચિત પાઠ રાખ્યો છે. આવું અનેક સ્થળે સુધાર્યું અને તે પૂર્વમુદ્રિત પાઠને યથાયોગ્ય નીચે ફૂટનોટમાં દર્શવ્યો છે. ત્યાં આ પાઠ ‘પૂર્વ મુદ્રિત ગ્રંથનો છે’ તેવું દર્શાવતાં મુ. એવી સંજ્ઞા લખીને જે નવો પાઠ ખંભાત વગેરે જ્યાંની હસ્તપ્રત કે તાડપત્રમાંથી લીધો હોય તે હસ્તપ્રતનો ઉલ્લેખ કૌંસમાં (હં...) આવા સાંકેતિક સંજ્ઞા રૂપે કરી દીધો છે. આ બધી સાંકેતિક સંજ્ઞાઓનો ઉલ્લેખ પ્રથમ અધ્યાયની ભૂમિકામાં કરી દીધું છે. ત્યાંથી જ જોઈ લેવા ભલામણ છે. આ બીજા ભાગમાં જે નવી હસ્તપ્રતોથી સંશોધન કાર્ય થયું છે તેની ‘સા’, ‘આ’ અને ‘જ્ઞ’ સંજ્ઞા રાખી છે. ઘણી પ્રતોમાં સરખી પાઠ શુદ્ધિ મળતાં બધાનો ઉલ્લેખ ન કરતાં માત્ર આદર્શ એવી એક કે બે પ્રતોનો જ ઉલ્લેખ કર્યો છે.